પોરબંદરની યુવતી સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે હાથમાં રિવોલ્વર લઈને રોલા પાડવા નીકળી, પોલીસના હાથમાં આવ્યો વીડિયો અને પછી

સોશિયલ મીડિયામાં ફેમસ થવા અને ફોલોઅર્સ વધારવા માટે લોકો કેવા કેવા નાટકો કરતા હોય છે એ આપણે જોતા જ હોઈએ છીએ, કોઈ મંદિરમાં જઈને ડાન્સ કરે છે તો કોઈ બાઈક ઉપર સ્ટન્ટ કરતા જોવા મળે છે, કોઈ વળી રસ્તા વચ્ચે ટ્રાફિકમાં ઠુમકા લગાવે છે તો કોઈ વીડિયો બનાવવાના ચક્કરમાં મોત સાથે પણ બાથ ભીડતા જોવા મળે છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુવતી રિવોલ્વર લઈને રસ્તા ઉપર ફરતી જોવા મળી રહી છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો હતી, જે પોલીસના હાથમાં આવી જતા પોલીસે આ યુવતીને શોધવાની કાર્યવાહી શરૂ કરી હતી, જેના બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ યુવતી પોરબંદરમાં આવેલા સીતારામ નગરની રહેવાસી અંજલિ ચાવડા હોવાનું સામે આવ્યું હતું.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે એક છોકરી એક ઓવરબ્રિજ આગળ ગાળી ઉભી રાખે છે અને તેમાંથી નીચે ઉતરે છે, આ દરમિયાન તેના હાથની અંદર એક રિવોલ્વર છે, અને તે સ્ટાઇલથી ચાલતી ચાલતી આવતી જોવા મળી રહી છે, આ વીડિયો તેને 9 ઓક્ટોબર 2021ના રોજ ઇન્સ્ટગ્રામ ઉપર પોસ્ટ કર્યો હતો.

ત્યારે હવે પોલીસે યુવતીની ધરપકડ કરી લીધી છે, જેના બાદ યુવતીની પુછપરછ પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી, યુવતીએ આ પુછપરછમાં જણાવ્યું હતું કે આ વીડિયો તેને આજથી 9 મહિના પહેલા બનાવ્યો હતો અને વીડિયો બનાવવા પાછળનું કારણ સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવાનું હતું.

આ ઉપરાંત વીડિયોમાં જે રિવોલ્વર બતાવવામાં આવી છે તે રિવોલ્વર ક્યાંથી આવી તેના જવાબમાં યુવતીએ જણાવ્યું હતું કે તે રિવોલ્વર તેના સંબંધી પ્રફુલ મકવાણાની છે અને તેમને વીડિયો બનાવવા માટે યુવતીને રિવોલ્વર આપી હતી, જેના બાદ સમગ્ર હકીકત સામે આવતા પોલીસે આ બંને વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel