જ્યોતિષ શાસ્ત્રમાં બુધને બુદ્ધિ, વેપાર અને વાણીના કારક માનવામાં આવે છે, જ્યારે શુક્ર ગ્રહને પ્રેમ, સુખ અને ધનના કારક માનવામાં આવે છે. આગામી ૧૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ગુરુવારે રાત્રે ૦૯:૪૯ વાગ્યે આ બંને શુભ ગ્રહો એકબીજાથી 60 અંશના અંતરે આવીને એક શક્તિશાળી અને શુભ ‘લાભ દ્રષ્ટિ યોગ’નું નિર્માણ કરવા જઈ રહ્યા છે.
આ યોગ થોડા કલાકો માટે સક્રિય રહેવાનો છે, પરંતુ તેની સકારાત્મક અસરથી કેટલીક રાશિના જાતકોના જીવનમાં ક્રાંતિકારી બદલાવ આવી શકે છે. સુખ-વૈભવની પ્રાપ્તિ સાથે પ્રેમ અને વેપાર ક્ષેત્રે અદ્ભુત સફળતા મળવાના યોગ સર્જાઈ રહ્યા છે. આવો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી 4 રાશિઓ:

૧. વૃષભ રાશિ (Taurus)
વૃષભ રાશિના જાતકો માટે બુધ અને શુક્રનો આ યોગ અતિ શુભ સાબિત થવાનો છે. નોકરીમાં પદ અને પ્રતિષ્ઠા વધી શકે છે. આ સમય વેપાર સંબંધી મોટા અને નિર્ણાયક પગલાં લેવાનો છે. જાતકોની સુખ-સુવિધાઓમાં વધારો થશે અને અટવાયેલા નાણાં પરત મળવાની પૂરી સંભાવના છે. પ્રેમ સંબંધોમાં સમજ અને ગાઢતા વધુ મજબૂત બનશે.

૨. મિથુન રાશિ (Gemini)
મિથુન રાશિના જાતકો માટે લાભ દ્રષ્ટિ યોગ અનેક બાબતોમાં અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે. તમારા વ્યક્તિત્વનું આકર્ષણ વધશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા અને મજબૂતાઈ આવશે. આવકના અનેક નવા રસ્તાઓ ખુલી શકે છે. કાર્યસ્થળ પર તમારી પ્રતિભાની પ્રશંસા થશે અને માન-સન્માનમાં વધારો થશે.

૩. સિંહ રાશિ (Leo)
સિંહ રાશિના જાતકો માટે બુધ-શુક્રનો આ યોગ ખૂબ જ શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. દરેક કાર્યોમાં ભાગ્યનો પૂરો સાથ પ્રાપ્ત થશે. તમારી વાણીમાં અદભુત આકર્ષણ વધશે, જેનાથી લોકો પ્રભાવિત થશે. કારોબારમાં કોઈ મોટી ડીલ હાથ લાગી શકે છે. નોકરી કરતા જાતકો માટે પ્રમોશન અને પગાર વધારાની પ્રબળ સંભાવના છે.

૪. તુલા રાશિ (Libra)
તુલા રાશિના જાતકો માટે બુધ-શુક્રનો આ યોગ સકારાત્મક પરિવર્તન લાવનાર છે. પ્રેમ સંબંધોમાં વિજય અને સફળતા મળી શકે છે. જીવનને એક નવી હકારાત્મક દિશા મળશે. યોગ્ય સ્થાને રોકાણ કરવાથી મોટો આર્થિક નફો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારું સન્માન વધશે તેમજ ભૌતિક સુખ-સુવિધા અને ધનમાં વૃદ્ધિ થશે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષશાસ્ત્ર અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)