ટીવીના એક સમયે સૌથી લોકપ્રિય રહેલો શો ‘ક્યુકિ સાસભી કભી બહુ થી’ ફરીથી ટેલિવિઝન સ્ક્રીન પર ધમાકેદાર વાપસી કરવા જઈ રહ્યો છે. લગભગ 25 વર્ષ પહેલાં દર્શકોના દિલ પર રાજ કરનાર આ શોને ફરીથી જોઈ શકાય તેવા સમાચાર મળતા જ ચાહકોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને જયારે ખબર આવી કે સ્મૃતિ ઈરાની ફરી એકવાર તુલસીના પાત્રમાં જોવા મળશે, ત્યારે તો આ ચાહકો માટે કોઈ ભેટથી ઓછી ખુશખબર ન હતી.
હાલમાં જ શોનો ઓફિશિયલ પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં તુલસી એટલે કે સ્મૃતિ ઈરાનીનો ફર્સ્ટ લૂક જોવા મળ્યો છે. આ સાથે જ શો ક્યારે ઓનએર થશે અને કેટલા વાગ્યે આવશે તેની પણ જાહેરાત કરવામાં આવી છે.‘ક્યુકિ સાસભી કભી બહુ થી’ શો પહેલેથી જ વર્ષ 2000 થી 2008 સુધી સ્ટાર પ્લસ પર સતત 8 વર્ષ સુધી ચાલ્યો હતો અને તે સમયના ટોપ ટીવી શોમાંનો એક હતો. તુલસી અને મિહિરના પાત્રો આજે પણ લોકોના દિલમાં જીવંત છે.
આ વખતે પણ તુલસી અને મિહિર સાથે નજરે પડશે. અગાઉ આ શો જુલાઈના પ્રથમ અઠવાડિયામાં રિલીઝ થવાનો હતો, પરંતુ એકતા કપૂર કંઇ પણ અધૂરી રીતે રજૂ નથી કરતી, જેથી કેટલીક પરફેક્શન બાબતોને કારણે થોડું લેટ કરવામાં આવ્યું. આમ છતાં, હવે ચાહકોનો એ લાંબો ઈંતેજાર માત્ર 21 દિવસમાં પૂરોથવાને નજીક છે.સોશ્યિલ મીડિયા પર આવેલા પ્રોમોમાં સ્મૃતિ ઈરાનીની તુલસીના રોલમાં પેહલી ઝલક બતાવવામાં આવી છે.
આ 25 વર્ષ જૂની વાઇબ આપી રહ્યું છે. પ્રોમોમાં તે તુલસીના છોડને જળ આપતા કહી રહી છેટીવી પર જરુરુ આવશે કારણ કે તેનો દર્શકો સાથે 25 વર્ષ જૂનો સબંધ છે. વધુ માં તે કહે છે કે , ‘ સમય આવી ગયો છે ફરીથી મળવાનો.”પ્રોમોની સાથે જ જો ટીવી શો ‘ ક્યુકિ સાસભી કભી બહુ થી’ની વાત કરીયે તો તે જલ્દી જ ટીવીમાં આવશે.શો 21 દિવસ પછી આવશે એટલે કે 29 જુલાઈ 2025ના રોજ.
આ વખતે પણ શો સ્ટાર પ્લસ તેમજ જિયો હોટસ્ટાર પર રાતે 10.30 વાગ્યે જોઈ શકાશે. કેટલાક દર્શકોને શોનો ટાઈમિંગ રાત્રે 10:30 નો હોવાનું ખટકી રહ્યું છે, તેમનું માનવું છે કે આ સમયે બદલાવીને થોડું વહેલું રાખી શકાય તેમ હતું. છતાં, ફરીથી તુલસી-મિહિરને સ્ક્રીન પર જોઈને દરેકને નોસ્ટાલ્જિયાનો અનુભવ થવાનો છે.
View this post on Instagram



