કોરિયન બ્લોગર સાથે ભારતના બજારમાં એક વ્યક્તિએ કરી અશ્લીલ હરકત, વીડિયો થયો કેમેરામાં કેદ અને વાયરલ થતા જ પોલીસ આવી ગઈ એક્શન મોડમાં, જુઓ શું કાર્યવાહી કરી ?
Korean Vlogger Gets Harassed By Guys :આપણા દેશની સંસ્કૃતિ છે કે મહેમાનોનું સન્માન કરવું જોઈએ અને એટલે જ આપણે ત્યાં કહેવાય છે કે “અતિથિ દેવો ભવ :” પરંતુ ઘણા લોકો એવા હોય છે જે આ વાતને ભૂલી જાય છે અને મહેમાનો સાથે જ છેતરપીંડી કરતા હોય છે તો કેટલાક તેમની છેડતી પણ કરતા હોય છે. સોશિયલ મીડિયામાં આવા ઘણા વીડિયો પણ તમે વાયરલ થતા જોયા હશે, જેમાં દેશની સંસ્કૃતિ પણ તાર તાર થતી હોય, હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક કોરિયન બ્લોગર સાથે એક વ્યક્તિ ખરાબ હરકત કરી રહ્યો છે.
પુણેનો મામલો :
કેલી એક ટ્રાવેલ બ્લોગર છે. તે કોરિયાથી ભારતની મુલાકાતે આવી હતી, પરંતુ પુણેના સ્થાનિક બજારની મુલાકાત તેના માટે ખરાબ અનુભવ હતો. વાસ્તવમાં કેલી જ્યારે લોકલ માર્કેટમાં ફરતી હતી ત્યારે બે યુવકોએ તેની સાથે છેડતી શરુ કરી હતી. વીડિયોમાં જોવા મળે છે કે તે આ હરકતથી ડરી જાય છે અને કહે છે કે તેને તરત જ તે વિસ્તારમાંથી બહાર નીકળી જવું જોઈએ. વીડિયોમાં જોઈ શકાય છે કે કેલી નારિયેળ પાણી પીતી વખતે બ્લોગ કરી રહી છે. આ દરમિયાન કેટલાક લોકો તેની પાસે આવે છે અને તેની સાથે તસવીરો પડાવવાનું કહે છે.
વ્યક્તિએ બ્લોગરના ગળામાં હાથ નાખ્યો :
આ દરમિયાન, એક માણસ કેલીને ખેંચે છે અને તેના ગળામાં હાથ મૂકીને ઉભો થાય છે. વીડિયોમાં કેલી ના-ના કહેતી જોવા મળી રહી છે. પરંતુ તે લોકો તેની આસપાસ ઉભા રહે છે. થોડીવારમાં, તે ત્યાંથી જવાનું શરૂ કરે છે અને કહે છે- મારે અહીંથી ભાગવું પડશે, બાય-બાય… નમસ્તે. કેલી ઝડપથી ચાલે છે અને સ્થાનિક બજારમાંથી બહાર જવાનું શરૂ કરે છે. કોરિયન બ્લોગર સાથેની આ અભદ્રતાનો વીડિયો એક વ્યક્તિએ 15 ડિસેમ્બરે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ‘X’ પર પોસ્ટ કર્યો હતો.
પોલીસે કરી ધરપકડ :
આરોપીઓની હરકતો કેમેરામાં કેદ થઈ હતી અને બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. પુણેની પિંપરી ચિંચવડ પોલીસે ઝડપી કાર્યવાહી કરી, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી. ACP સતીશ માનેના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો વાયરલ થયા બાદ ધરપકડ કરવામાં આવી છે. વિડિયોમાં એક વ્યક્તિ કોરિયન વ્લોગર કેલીના ગળામાં હાથ મૂકીને અયોગ્ય વર્તન કરતો જોઈ શકાય છે.
🇮🇳Korean Vlogger Kelly Got Harassed In India pic.twitter.com/u1i7jCPhxu
— Anand Tate (@anandtatepajeet) December 15, 2023