આરામથી ઉભા ઉભા ઘાસ ખાઈ રહ્યું હતું વાછરડું, ધીમી ચાલે આવ્યું આ ખતરનાક પ્રાણી અને એક જ ઝાટકે બનાવી લીધું શિકાર, વીડિયો જોઈને લોકો પણ ફફડી ઉઠ્યા, જુઓ તમે પણ
Komodo Dragon Swallowed Alive Calf : જંગલની અંદર આપણે જાણીએ છીએ કે મોટા પ્રાણીઓ નાના પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. ઇન્ટરનેટ પર પણ આ પ્રાણીઓના શિકારના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં કેટલીક રૂંવાડા ઉભા કરી દેનારી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે. પોતાનું મોત આંખો સામે જોઈને નાના પ્રાણીઓ ભાગતા હોય છે, તો ઘણીવાર મોટા પ્રાણીઓ એવી ચાલાકીથી શિકાર કરતા હોય છે કે નાના પ્રાણીને ખબર પણ નથી પડતી કે તે મોતની ચપેટમાં ચાલ્યું ગયું.
કોમોડો ડ્રેગનનો વીડિયો :
હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કોમોડો ડ્રેગન વાછરડા પર હુમલો કરે છે અને પછી તેને એક જ વારમાં જીવતો ગળી જાય છે. વાછરડું કોમોડો ડ્રેગનના જડબામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે પરંતુ તેના તમામ પ્રયત્નો વ્યર્થ જાય છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાછરડું ખૂબ જ આરામથી ઊભું ઉભું ઘાસ ખાઈ રહ્યું છે. તેની આસપાસ કોઈ નથી.
વાછરડાને જીવતું ગળી ગયું :
અચાનક એક કોમોડો ડ્રેગન પાછળથી આવે છે અને વાછરડા પર હુમલો કરે છે. તે વાછરડાને તેના જડબામાં કડક રીતે દબાવી દે છે અને તેને ગળી જવા લાગે છે. વાછરડું તેની પાસેથી છટકી જવાની ઘણી કોશિશ કરે છે પરંતુ તેના તમામ પ્રયત્નો વ્યર્થ જાય છે. થોડી જ વારમાં, કોમોડો ડ્રેગન વાછરડાને જીવતો ગળી જાય છે.
— Brutal Nature (@BrutaINature1) July 6, 2023
વીડિયો જોઈને લોકો પણ થયા ભયભીત :
આ વીડિયો ટ્વિટર પર @BrutaINature1 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 2 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ ડરી ગયા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું, ‘જીવતું ગળી ગયો, શું તે તેના હાડકાં બહાર કાઢશે ?” બીજાએ પૂછ્યું. એકે લખ્યું, “મેં આ કોમોડો ડ્રેગનને સિએટલ, વોશિંગ્ટનના પ્રાણી સંગ્રહાલયમાં જોયો. તે વિશાળ અને ડરામણો હતો.”