મેદાન પર વિરાટ કોહલી અને સૈમ કોંસ્ટાસ આવી ગયા સામસામે…અમ્પાયરે સંભાળ્યો મોરચો- આવું હતુ બંનેનું રિએક્શન

મેલબર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ખૂબ જ ગરમ રહ્યો. કોન્સ્ટાસે મેલબોર્નમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીની ચોથી ટેસ્ટમાં નાથન મેકસ્વીનીની જગ્યાએ ડેબ્યૂ કર્યું હતું અને શાનદાર અડધી સદી રમી હતી. તેણે બુમરાહ સામે બે છગ્ગા ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો. મેચના પ્રથમ દિવસની રમત બાદ કોન્સ્ટાસ અને વિરાટ કોહલીની ટક્કર જોવા મળી.

હવે એવા સમાચાર છે કે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે બોક્સિંગ ડે ટેસ્ટના પહેલા દિવસે વિરાટ કોહલીને મેચ ફીના 20% દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ મળ્યો છે. કોહલી અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અથડામણની ઘટના 10મી ઓવર પછી બની હતી, જ્યારે કોહલીના હાથમાં બોલ હતો અને એવું લાગી રહ્યુ હતુ કે તેણે પોતાનો રસ્તો બદલી નાખ્યો. કોન્સ્ટાસના ખભા સાથે તેનો ખભો ટકરાયો. ટક્કર થઈ, જેને કોહલીએ નાપસંદ કર્યો અને તેની સાથે કેટલાક શબ્દોની આપ-લે કરી.

કોન્સ્ટાસના ઓપનિંગ પાર્ટનર ઉસ્માન ખ્વાજા અને ઓન-ફીલ્ડ અમ્પાયર માઈકલ તરત જ સ્થિતિ સંભાળી. ડ્રિંક્સ બ્રેક દરમિયાન કોહલી સાથે થયેલ ટક્કર વિશે પૂછવા પર, કોન્સ્ટાસે બ્રોડકાસ્ટર ફોક્સ સ્પોર્ટ્સને કહ્યું, “મેદાન પર ગમે તે થાય, તે મેદાન પર જ રહે છે, એટલે મને પ્રતિસ્પર્ધા કરવી પસંદ છે અને આ ખચોખચ ભરેલા સ્ટેડિયમમાં ડેબ્યુ કપવા માટે આનાથી વધુ સારું બીજું કંઈ નથી.” ICCએ ભારતીય ખેલાડી વિરાટ કોહલીને દંડ ફટકાર્યો છે.

મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે કોહલીની મેચ ફીના 20% કાપ્યા છે. એક ડી-મેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. 37 વર્ષીય ભારતીય બેટ્સમેને ડેબ્યૂ મેચ રમી રહેલા 19 વર્ષીય ઓસ્ટ્રેલિયન ઓપનર કોન્સ્ટાસ સાથે બહેસ પણ કરી હતી. આ ઘટના ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 10મી અને 11મી ઓવરની વચ્ચે બની હતી. કોહલીએ રેફરીની સામે સુનાવણી દરમિયાન પોતાની ભૂલ સ્વીકારી હતી.

ડી-મેરિટ પોઈન્ટ એ ખેલાડીઓને ખરાબ વર્તન અથવા કોઈપણ નિયમોનો ભંગ કરવા બદલ આપવામાં આવતી પેનલ્ટી સિસ્ટમ છે. જો બેથી વધુ ડી-મેરિટ પોઈન્ટ હોય તો, ICC કોડ ઓફ કન્ડક્ટ મુજબ, ક્રિકેટમાં પણ ભલે અજાણતા, બેદરકારીપૂર્વક ચાલવા અથવા દોડવા અથવા અન્ય ખેલાડીને ટક્કર મારવા માટે ખેલાડીઓને એક કરતા વધુ ટેસ્ટ, ODI અથવા T-20 મેચ માટે પ્રતિબંધિત કરી શકાય છે.

Shah Jina