જમીન પર તેલ કે ઘી ઢોળાવું એ છે અશુભ સંકેત, ભૂલથી પણ ઢોળાયેલા તેલ કે ઘીનો આવી રીતે ના કરો ઉપયોગ નહિ તો…

જાણો તેલ અને ઘીનું ઢોળાવું કેમ માનવામાં આવે છે અપશકુન…

ઘણીવાર એવું થાય છે કે તેલ કે ઘી જમીન પર ઢોળાઇ જાય છે, જે ભૂલથી ભલે ઢોળાય છે પરંતુ કેટલાક લોકો તેને અશુભ માને છે, જયારે જયોતિષ વિજ્ઞાન એ માને છે કે તેલ કે ઘી ઢોળાવાનો મતલબ એ છે કે તમારો ખરાબ સમય આવવાનો છે. જો ખરેખર આવું છે તો તેના પ્રભાવથી બચવાનો ઉપાય શું છે ?

ભારતીય સંસ્કૃતિમાં સરસવના તેલ વગર કોઈ પણ શુભ કાર્ય થતું નથી. સરસવના તેલનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવાથી લઈને માલિશ કરવા માટે કરવામાં આવે છે. તેલને શનિ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. નવગ્રહોમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જો ભૂલથી તેલ પડી જાય તો કામોમાં વિઘ્ન આવે છે અને ધનહાનિ શરૂ થાય છે.તેમજ ઘીને ગુરુનું પ્રતીક માનવામાં આવે છે અને ગુરુને ધર્મના દેવતા માનવામાં આવે છે.

ઘી પડવાથી ધર્મનું નુકસાન માનવામાં આવે છે. જેના કારણે ઘરના સભ્યોમાં મતભેદ થાય છે. જો અજાણતા જમીન પર તેલ કે ઘી પડી જાય તો જે વાસણમાંથી તે પડી ગયું હોય તે જ વાસણમાં ન રાખવું અને તેનો ઉપયોગ ન કરવો, નહીં તો તમારા દરેક કામમાં અવરોધ આવશે.ગરીબી પણ આવે છે. તેથી આવું કરવાનું ટાળો.

તેલ પડવાની ખામી દૂર કરવા માટે તે તેલને રોટલી કે ચોખામાં લગાવો અને કોઈપણ પ્રાણીને ખવડાવો. તેનાથી આ દોષ ઘરની બહાર નીકળી જશે અને ઘરના કોઈપણ સભ્ય પર નહીં આવે.

Shah Jina