જીગ્નેશ કવિરાજ અને કિંજલ દવે બાદ ડાયરા સમ્રાટ કીર્તિદાન ગઢવીએ ખરીદી ખૂબ જ વૈભવી કાર, જુઓ તસવીરો

ગુજરાતના સૌથી લોકપ્રિય ગાયક જેને ગુજરાતીઓ ડાયરા સમ્રાટ કહે છે એવા કીર્તિદાન ગઢવીનો આજે જન્મ દિવસ હતો. ત્યારે આજે કીર્તિદાન ગઢવીને તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના ચાહકો દ્વારા ઢગલાબંધ શુભકામનાઓ આપવામાં આવી હતી. પરંતુ હાલમાં કીર્તિદાન ગઢવીએ ચાહકોનો ઉત્સાહ વધારી દીધો છે. કીર્તિદાન ગઢવીએ આજે તેમના જન્મ દિવસે તેમની પત્નીએ શાનદાર ભેટ આપી છે.

હાલમાં જ આપણે જોયું કે ગુજરાતના લોકપ્રિય ગાયક જીગ્નેશ કવિરાજ અને લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ લક્ઝુરિયસ કાર બ્રાન્ડ મર્સીડિઝની કાર ખરીદી જે જોવામાં ખૂબ જ વૈભવી દેખાતી હતી, તેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ ગઈ હતી અને તેમના ચાહકોએ પણ તેમને શુભકામનાઓ પાઠવી હતી.

ત્યારે ચાહકોની નજર પણ કીર્તિદાન ગઢવી ઉપર મંડરાયેલી હતી, ચાહકોને આશા હતી કે કીર્તિદાન ગઢવી પણ થોડા દિવસોમાં એક આલીશાન કાર ખરીદી શકે છે અને ત્યારે આજે કીર્તિદાન ગઢવીએ તેમના જન્મ દિવસે જ એક ખૂબ જ આલીશાન કાર ખરીદી છે, આ કાર ના મર્સીડિઝ છે કે ના ઓડી, પરંતુ આ એક લક્ઝુરિયસ કાર છે અને તેની કિંમત પણ લાખોમાં છે.

કીર્તિદાન ગઢવીએ તેમના જન્મ દિવસ ઉપર ટોયોટા કંપનીની એક લક્ઝુરિયસ મોડેલ ટોયોટા વેલફાયર ખરીદી છે. આ કારની એક્સ શો રૂમ કિંમત ઓનલાઈન વેબસાઈટ અનુસાર 89.90 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે, સાથે જ આ કાર ઓનરોડ પ્રાઈઝ જોવા જઈએ તો 1 કરોડ ઉપર જણાઈ રહી છે. દેખાવમાં પણ આ કાર ખૂબ જ શાનદાર છે તો તેના ફીચર્સ પણ લાજવાબ છે. કીર્તિદાન ગઢવીની આ કારનો રંગ સફેદ છે.

કીર્તિદાન ગઢવીની પત્નીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર કાર સાથેની ઘણી જ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કીર્તિદાન ગઢવી તેમની પત્ની અને તેમના પરિવાર સાથે જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેમના પત્ની આ નવી ચમચમાતી કારની પૂજા કરતા પણ જોવા મળી રહ્યા છે. કીર્તિદાનનો પરિવાર પણ આ કારની ખુશી માનવતો જોવા મળી રહ્યો છે.

આ કારની તસવીરો સોશિયલ મીડિયામાં કીર્તિદાન ગઢવીની પત્ની સોનલ ગઢવી દ્વારા શેર કરવામાં આવી છે. કીર્તિદાનના પત્ની સોનલ ગઢવીએ કેપશનમાં લખ્યું છે, “જન્મ દિવસની ભેટ કીર્તિ માટે, તેને કાર ખૂબ જ પસંદ છે !” ત્યારે આ નવી કાર માટે કીર્તિદાનના ચાહકો તેમને શુભકામનાઓ આપી રહ્યા છે સાથે જ તેમને જન્મ દિવસની પણ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

તો જયારે કિર્તીદાન ગઢવી અઢી મહિના બાદ વતન આવ્યા હતા ત્યારે આરતીની થાળી લઈને પત્નીએ હર્ષભેર સ્વાગત કર્યું હતું અને ચાહકો ઢોલ નગારા સાથે ભવ્ય યાત્રા કાઢીને ઘર સુધી લઇ આવ્યા હતા.કિર્તીદાન ગઢવીએ અમેરિકામાં અઢી મહિના દરમિયાન 33 શો કર્યા છે. કિર્તીદાન ગઢવી ગુજરાતની ગરીબ અને જરૂરિયાતમંદ કન્યા માટે લાડકી ફાઉન્ડેશન બનાવી એક અનોખી પહેલ કરી છે. કીર્તિ દાને 100 કરોડના લાડકી પ્રોજેક્ટ થકી ગુજરાતની જરૂરિયાતમંદ બાળકીની મદદમાં રહેશે.

અમેરિકામાં યોજાયેલા કિર્તીદાનના ડાયરા પ્રસંગોમાં ડોલરિયો વરસાદ પણ થયો હતો, ત્યારે ભારતમાં પોતાના વતન પહોંચવા ઉપર કિર્તીદાન ઉપર ફૂલોનો વરસાદ થતો જોવા મળ્યો હતો. કિર્તીદાનના પરત ફરવાની ખુશી તેમના ચાહકો અને તેમના પરિવારજનોના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહી હતી.

અમેરિકાથી પરત રાજકોટ પોતાના ઘરે પધારતા ગુજરાત અને કાઠિયાવાડનું ગૌરવ સમાન કિર્તીદાન ગઢવીનું કિર્તીદાન અભિવાદન સમિતિ અને તેમના મિત્રો તેમજ શુભેચ્છકો દ્વારા જામનગર રોડ પર માધાપર ચોક નજીક ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવી સપ્ટેમ્બર મહિનામાં એમરિકાના પ્રવાસે ગયા હતા, જ્યાં વિવિધ સ્થળો ઉપર નવરાત્રીના પ્રસંગોમાં ગરબાના કાર્યક્રમો અને ત્યારબાદ ડાયરાના કાર્યક્રમો કર્યા હતા. મોટી સંખ્યામાં અમેરિકામાં વસતા ગુજરાતીઓ તેમના કાર્યક્રમોમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

ગત રોજ કિર્તીદાન ગઢવીનો જન્મ દિવસ હોય ભાગવદ્દ કથાકાર જીગ્નેશ દાદાએ પણ કિર્તીદાનને આશીર્વાદ આપ્યા હતા. જેવો વીડિયો પણ કિર્તીદાને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુકમાં શેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે કે જીગ્નેશ દાદાની સામે જ કિર્તીદાન કેક કાપી રહ્યા છે અને આસપાસ ઉભેલા મહેમાનો અને પરિવારજનો જન્મ દિવસનું ગીત પણ ગાઈ રહ્યા છે.

Parag Patidar