સુહાગરાત મનાવવાની ના પાડતી રહી પત્ની, 5 મહિના પછી ફૂટ્યો ભાંડો
લગ્ન બાદ દરેક વ્યક્તિ પોતાના પાર્ટનર સાથે સંબંધો બનાવની ઈચ્છા રાખતા હોય છે. અને એટલે જ લગ્નની પહેલી રાતને સુહાગરાત તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે લગ્નની પહેલી રાતથી જ પતિ પત્ની એકબીજાને પોતાનું સર્વસ્વ સોંપી દે છે, પરંતુ જો લગ્ન બાદ 5 મહિના વીતવા છતાં પણ પતિ પત્ની વચ્ચે સંબંધો ના બંધાય તો કેવું લાગે ? (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ વાત માન્યામાં ના આવે પરંતુ આ હકીકત છે. આવું જ કંઈક બન્યું છે ઉત્તર પ્રદેશના મુજ્જફરનગરમાં. જ્યાં લગ્નના પાંચ મહિના વીતવા છતાં પણ પતિ પત્ની વચ્ચે કોઈ સંબંધ નહોતો. પતિ જયારે પણ તેની પત્ની પાસે સંબંધો બનાવવા માંગતો ત્યારે તે કોઈને કોઈ બહાનું કાઢી અને સંબંધો બનાવવા દેતી નહોતી.

પતિએ આ વાતની જાણ પોતાના પરિવારજનોને પણ કરી નહોતી. લગ્નના પાંચ મહિના વીતવા છતાં પણ બંને વચ્ચે હજુ સુહાગરાત મનાવી શકાય નહોતી. ત્યારે પતિને શંકા જતા તેને તપાસ કરી અને પછી જે હકીકત સામે આવી ત્યારે પતિ સમેત તેના ઘરના બધા જ લોકોના હોશ ઉડી ગયા હતા.

જાણકારી પ્રમાણે સહારનપુરના રહેવા વાળા યુવકના લગ્ન કોરોના કાળમાં 28 ઓક્ટોબર 2020ના રોજ થયા હતા. પરંતુ લગ્ન બાદ યુવક અને યુવતી વચ્ચે કોઈપણ પ્રકારના સંબંધો બંધાયા નહોતા.
પાંચ મહિના વીતવા છતાં પણ પત્ની દ્વારા પતિને કોઈ સંબંધ ના બાંધવા દેવામાં આવતા તેને પત્નીનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો અને પછી જે હકીકત સામે આવી તે ખુબ જ ચોંકાવનારી હતી. પતિને ખબર પડી કે તેની પત્ની કિન્નર છે. આ સાંભળીને પરિવારના પણ હોશ ઉડી ગયા હતા.
આ જાણ થવાની સાથે જ યુવકના પરિવારજનોએ યુવતીના પરિવારજનો ઉપર છેતરપિંડીનો આરોપ મૂકી દીધો. તો બીજી તરફ યુવતીએ સાસરીવાળા ઉપર જબરદસ્તી બંધક બનાવવાનો આરોપ મૂકી દીધો હતો. પોલીસ પણ આ ઘટના ઉપર એક્શન લેતા દુલ્હન અને તેના સાસરીવાળા ને પોલીસ સ્ટેશન લઇ આવી.

પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતે મોટો હોબાળો મચી જવા પામ્યો હતો. છોકરા પક્ષના લોકો હવે યુવતીને સ્વીકારવાની ના પાડી રહ્યા હતા, અને તેમને એમ પણ જણાવ્યું હતું કે યુવતી તેમના ઉપર વારંવાર બળજબરી કરવાનો આરોપ લગાવવાની ધમકી આપી રહી હતી અને જયારે તે કિન્નર છે તે હકીકત સામે આવી ત્યારે તે ભાગવા જતી હતી તો તેને પકડી લેવામાં આવી.

આ વાત ઉપર જ યુવતી તરફથી બળજબરી બંધક બનાવવાનો આરોપ પણ મુકવામાં આવ્યો હતો. છોકરા પક્ષનો આરોપ છે કે છોકરીના પરિવારજનો તરફથી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસ દ્વારા યુવતીને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે.