ગુજરાતી કલાકારો હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. ખાસ કરીને આ કલાકારો પોતાના કર્યક્રમોને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ એક કલાકાર એવા પણ છે જે પોતાના કાર્યક્રમો અને વીડિયોના કારણે નહિ પરંતુ તેમના કામના કારણે આખા ગુજરાતમાં પોતાનું આગવું નામ બનાવી ચુક્યા છે.
એ બીજું કોઈ નહિ પરંતુ આપણા સૌના લોક લાડીલા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ છે. ખજુરભાઈએ શરૂઆત પોતાના કોમેડી વીડિયો દ્વારા કરી હતી. તેમને જિગલી ખજૂર નામની યુટ્યુબ ચેનલ દ્વારા ગુજરાતીઓને પેટ પકડીને હસાવ્યા પરંતુ હવે નીતિન જાની તેમના સેવાકીય કર્યો માટે ખુબ જ જાણીતા બની ગયા છે.
ત્યારે નીતિન જાનીને મળવા માટે પણ તેમાં ચાહકો ખુબ જ આતુર રહેતા હોય છે. ત્યારે હાલમાં જ નીતિન જાનીએ તેમના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે તેના પરિવાર સાથે નીતિન જાનીના ઘરે પહોંચી છે. જેની ઢગલાબંધ તસવીરો પણ સામે આવી છે.
કિંજલ દવે પણ ગુજરાતનું એક મોટું નામ છે. તેના ગીતોના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે અને તેના સોશિયલ મીડિયા પર પણ લાખોની સંખ્યામાં લોકો જોડાયેલા છે. ત્યારે કિંજલ દવેના જીવન પર પણ સૌની નજર હોય છે અને તેની તસવીરો અને વીડિયો આવતા જ વાયરલ પણ થઇ જાય છે અને ચાહકો પણ તેને ખુબ જ પસંદ કરતા હોય છે.
ત્યારે હાલ ખજુરભાઈ અને કિંજલ દવેની આ તસ્વીરોને પણ તેમના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. નીતિન જાની દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં કિંજલ અને તેના પરિવારજનો આ મુલાકાત દરમિયાન ખુબ જ ખુશ ખુશાલ દેખાઈ રહ્યા છે.
સામે આવેલી તસવીરોમાં પહેલી તસ્વીરમાં જ કિંજલ દવે અને નીતિન જાની એક બીજાને ભેટેલા જોવા મળ્યા છે. તો બીજી તસ્વીરોમાં ખજુભાઈ કિંજલને આંગળીના ઈશારે કઈ કહેતા હોય તેમ લાગી રહ્યું છે. ત્રીજી તસ્વીરમાં તે હસી મજાકના મૂળમાં જોવા રહ્યા છે. તો ચોથી તસ્વીરમાં કિંજલ દવે નીતિન જાનીના ચરણસ્પર્શ કરવા જતી જોવા મળી રહી છે.
પાંચમી તસવીરમાં ખજુભાઈ કિંજલ દવેના ચરણસ્પર્શ કરી રહ્યા છે. તેના પછીની તસવીરમાં નીતિન જાની અને તરુણ જાની સાથે કિંજલ દવે તેના પિતા લલિત દવે અને ભાઈ આકાશ દવે સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. આ ઉપરાંત કિંજલ દવે અને નીતિન જાનીએ બા સાથે પણ કેટલીક તસવીરો ક્લિક કરાવી છે.
ખજુરભાઈએ કિંજલ દવેનું સ્વાગત તેમના ઘરે હાર પહેરાવીને કર્યું હતું. તસ્વીરોમાં કિંજલ દવે અને તેના પિતા હાર પહેરેલા પણ જોવા મળી રહ્યા છે. ખજુરભાઈએ લલિત દવે સાથેની તસવીરો પણ શેર કરી છે. આ તસ્વીરોમાં કિંજલનો પરિવાર અને નીતિન જાની પણ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.
તેમની આ મુલાકાત તેમના માટે ખુબ જ યાદગાર બની ગઈ છે. આ તસવીરો શેર કરવાની સાથે જ નિતીન જાનીએ પણ એક સરસ મજાનું કેપશન પણ લખ્યું છે. નીતિન જાનીએ કેપશનમાં જ કિંજલ દવેને સાળી કહી છે. કારણ કે થોડા દિવસ પહેલા જ નીતિનભાઈની સગાઈ થઇ છે. તેમની મંગેતરનું નામ પણ મીનાક્ષી દવે છે.
નીતિન જાનીએ કેપશનમાં લખ્યું “મારી બહેન કિંજલ દવે અને તેનો પરિવાર મારા ઘરે આવ્યો. પણ હવે તે મારી સાળી છે. આ સાથે જ નીતિન જાનીએ તેમની થનારી પત્ની મીનાક્ષી દવે.. તરુણ જાની, લલિત દવે અને આકાશ દવેને પણ પોસ્ટમાં મેનશન કર્યા છે.
માત્ર થોડા સમય પહેલા જ કરવામાં આવેલી આ પોસ્ટને હવે ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. તેમની આ પોસ્ટ પર હજારોની સંખ્યામાં લોકોએ લાઈક કરી છે સાથે જ કોમેન્ટમાં પણ ચાહકો પોતાની જાતને કોમેન્ટ કરતા રોકી નથી શકતા.
લે. નીરવ પટેલ “શ્યામ”