આખરે શા કારણે કૃષ્ણા અભિષેકે માર્યા કિકુ શારદાને એક પછી એક થપ્પડ ? શું કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરની જેમ થઇ તેમની વચ્ચે પણ લડાઈ ? જુઓ વીડિયો

કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર બાદ કોમેડી શોના આ બે કલાકારો વચ્ચે ઘમાસાણ, થપ્પડ મારતો વીડિયો વાયરલ

Kiku Sharda and Krishna Abhishek fight : તેવી અને બોલીવુડના કલાકારો વચ્ચે અનબનના સમાચાર અવાર નવાર સામે આવતા હોય છે. ધ કપિલ શર્મા શો ચલાવી રહેલા કપિલ શર્મા અને કોમેડિયન સુનિલ ગ્રોવર વચ્ચે પણ કોઈ મુદ્દે માથાકૂટ થઇ હતી, જેના બાદ ઘણા લાંબા સમય સુધી બંને વચ્ચે અબોલા રહ્યા હતા. પરંતુ હવે બંને વચ્ચે સમાધાન થઇ ગયું છે અને હવે નેટફ્લિક્સ પર તેમનો શો પણ શરૂ થઇ ગયો છે. પરંતુ આ બધા વચ્ચે હવે કપિલ શર્મા શોના જ કોમેડિયન કિકુ શારદા અને કૃષ્ણા અભિષેક વચ્ચે પણ માથાકૂટ થઇ હોય તેવો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

જો કે આ માથાકૂટ રિયલ નહોતી પરંતુ ફની હતી. કિકુ શારદા પોતાના સોશિયલ મીડિયા પર ફની રીલ પોસ્ટ કરતા રહે છે. કૃષ્ણા અભિષેક પણ ઘણી રીલમાં તેમની સાથે જોવા મળે છે. આ રીલ પણ એ પ્રકારની જ છે. કીકુ શારદાએ ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકો માટે એક વીડિયો શેર કર્યો, જેના કેપ્શનમાં તેણે લખ્યું, હવે મને સમજાયું કે આ શું છે, દો મારકર પેન. ક્લિપમાં, કીકુ શારદા એક કરિયાણાની દુકાનમાં પેન ખરીદવા માટે જાય છે અને તે સમાન વેચી રહેલા કૃષ્ણાને તે કહે છે “દો મારકર પેન દેના”

જેના બાદ સામાન વેચી રહેલા કૃષ્ણા અભિષેક તેને એક પછી એક 2 થપ્પડ મારે છે. કિકુ તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. આ વીડિયો શેર કર્યા બાદ મનીષ પોલે કોમેન્ટમાં લખ્યું, હાહાહાહાહાહા. જય ભાનુશાલીએ લખ્યું, આ શાનદાર હતું. આ સિવાય ફેન્સે પણ કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે લખ્યું, જો ફ્લેર પેન બોલ્યો હોત તો તે બચી ગયો હોત. અન્ય એક યુઝરે લખ્યું, આ સારું છે કે બીજું કંઈ માર્યું નથી. ત્રીજા યુઝરે લખ્યું, કીકુ સરનો આજ સુધીનો સૌથી શ્રેષ્ઠ વીડિયો.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, કિકુ શારદા અને કૃષ્ણા અભિષેક ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં જોવા મળે છે, જેના પહેલા એપિસોડમાં તેઓ રણબીર કપૂર, નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર સાથે જોવા મળ્યા હતા. બીજા એપિસોડમાં ક્રિકેટર રોહિત શર્મા અને શ્રેયસ અય્યર જોવા મળ્યા હતા. જ્યારે ત્રીજા એપિસોડમાં, ચમકીલા સ્ટાર્સ દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરા ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી સાથે જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Kiku Sharda (@kikusharda)

Niraj Patel