સારવારના નામ પર કિડની નીકાળી ભાગી ગયો ડોક્ટર, પછી પતિએ કર્યુ એવું કે કોઇએ વિચાર્યુ પણ નહિ હોય
ડોક્ટર પાસે સારવાર કરાવવા જ્યારે પણ કોઇ જાય ત્યારે તેમને ડોક્ટર પર વિશ્વાસ હોય છે. આ જ કારણ છે કે માણસ આંખો મીંચી તેમની સામે બધી સમસ્યાઓ પણ રાખી દે છે. જો કે, ઘણીવાર એવું થાય છે ડોક્ટર પેસન્ટનો વિશ્વાસ તોડી નાખે છે. આવો જ એક મામલો હાલ સામે આવ્યો છે, જ્યાં એક મહિલાની બંને કિડની કથિત રીતે એક ડોક્ટરે ચોરી લીધી. મહિલા હવે એ વાતને લઇને પરેશાન છે કે તેનું જીવન આગળ કેવી રીતે વધશે. રીપોર્ટ્સ અનુસાર, એક મહિલા ઓપરેશન કરાવવા માટે હોસ્પિટલ ગઇ હતી, પણ જ્યારે તેને હોંશ આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેની બંને કિડનીઓ ચોરી થઇ ગઇ છે.
એટલું જ નહિ આ હાલતમાં 3 બાળકો સાથે છોડી તેનો પતિ ફરાર થઇ ગયો. આ મામલો ઘણો અજીબો ગરીબ છે. જ્યાં મહિલાએ ડોક્ટર પર અંગની ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. હાલ તો આ મહિલા હોસ્પિટલમાં દાખલ છે અને પોતાની મોતના દિવસો ગણી રહી છે. આ મામલો બિહારના મુઝફ્ફરપુરનો છે, જ્યાંની રહેવાસી સુનીતાના ગર્ભાશયમાં ઇન્ફેક્શન હોવાના કારણેે તે છેલ્લે 3 સપ્ટેમ્બરે પોતાની સારવાર માટે મુઝફ્ફરનગરના બરિયારપુર ચોક પાસે સ્થિત શુભાકાંત ક્લીનિક ગઇ હતી.
આરોપ છે કે ત્રણ લોકોએ પોતાને ડોક્ટર જણાવી મહિલાની કિડની નિકાળી ભાગી ગયા. હાલત બગડવા પર ક્લિનીકના ડાયરેક્ટર ડોક્ટરે મહિલાને પટનાના એક નર્સિંગ હોમમાં દાખલ કરાવી અને પછી તે પણ ફરાર થઇ ગયો. રીપોર્ટ અનુસાર, પોલિસે બાદમાં ક્લીનિકના ડાયરેક્ટરની ધરપકડ કરી હતી. આ બાજુ સુનીતાને હવે એસકે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી છે. ઇન્ડિયા ટુડેના રીપોર્ટ અનુસાર, સુનીતાની હાલત દિવસેને દિવસે ખરાબ થઇ રહી છે. જેને કારણે તેને દર બીજા દિવસે ડાયલિસિ કરાવવું પડે છે.
જો કે, કેટલાક લોકો તેને કિડની ડોનેટ કરવા આગળ આવ્યા છે પણ કિડની મેચ ન થવાને કારણે તેની સારવાર થઇ શકી નથી. સુનીતા મજૂરી કરી તેનું ઘર ચલાવે છે. રીપોર્ટ અનુસાર, સુનીતાના પતિ અકલૂ રામે પણ કિડની ડોનેટ કરવાની પહેલ કરી હતી, પણ કિડની મેચ ન થઇ અને સુનીતા અને પતિ વચ્ચે કોઇક વાતે ઝઘડો થતા તેનો પતિ ત્રણ બાળકોને સુનીતા પાસે છોડી ફરાર થઇ ગયો. સુનીતાને ડર છે કે તેનો પતિ બીજા લગ્ન કરી ન લે.