માસુમ બાળકે પોતાના હાથમાં રમતા રમતા પકડી લીધો ભયાનક કિંગ કોબ્રા, જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે

નાનું ટેણીયું જમીન પર રમી રહ્યું હતું ત્યારે જ આવી ગયો ભયાનક સાપ, બાળકે રમકડાંની જેમ પકડી લીધો અને પછી… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર રોજ અલગ અલગ વિષયનોને લઈને સંખ્યાબંધ વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણા પણ હોશ ઉડી જાય. તો કેટલાક વીડિયો રૂંવાડા ઉભા કરી દેનારા હોય છે. એમાં પણ જો સાપના વીડિયો સતત વાયરલ થતા હોય છે.

સાપનું નામ સાંભળતા જ નાના મોટા સૌ દૂર ભાગવા લાગે અને તેમાં પણ કિંગ કોબ્રા જો જોવા મળી જાય તો હાલત ખરાબ થઇ જાય. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક નાનું બાળક ભયાનક કિંગ કોબ્રાને પોતાના હાથમાં પકડતું જોવા મળે છે, જેને જોઈને લોકોના શ્વાસ પણ અધ્ધર થઇ ગયા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વિશાળકાય સાપ ધીમે ધીમે બાળક તરફ આગળ વધે છે. પહેલા બાળકે હાથ વડે સાપને પકડ્યો પણ થોડી જ વારમાં તેને બીજી બાજુ ફેંકી દીધો. તમે વીડિયોમાં જાતે જ જોઈ શકો છો કે કેવી રીતે ડરના કારણે બાળકે સાપને ભગાડવાનો પ્રયાસ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Rajibul Islam (@rajibul9078)

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે જેના બાદ તે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 14 હજારથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે તો લાખો લોકોએ આ વીડિયોને જોયો છે અને ઘણા લોકો કોમેન્ટની અંદર આ ઘટનાને દિલધડક પણ કહી રહ્યા છે.

Niraj Patel