કુદરતનો ચમત્કાર: જે દીકરાને 20 દિવસ પહેલા ડોક્ટરોએ કર્યો હતો મૃત જાહેર, માતાનો અવાજ સાંભળીને જીવતો થઇ ગયું બાળક

ડોક્ટરે કહ્યું તમારો દીકરો મરી ગયો છે પછી લાશને વળગીને માતાએ કહ્યું..”ઉઠી જા મારા દીકરા, ઉઠી જા..”, અને પછી થયો ચમત્કાર

એવું કહેવાય છે કે જીવન અને મરણ બંને ઈશ્વરના હાથમાં છે. છતાં પણ આપણા દેશની અંદર ઘણા લોકો આજે પણ ચમત્કારોમાં માને છે. ઘણા લોકો એવા હોય છે જેમને ઈશ્વરમાં અદમ્ય શ્રદ્ધા હોય છે, અને જયારે કોઈ આવો ચમત્કાર થાય છે ત્યારે તેને ઈશ્વરના આશીર્વાદ પણ માનતા હોય છે. પરંતુ હાલ જે ઘટના સામે આવી રહી છે એ પણ કોઈ ચમત્કારથી કમ નથી.

હરિયાણાના બહાદુરગઢમાંથી આવા જ એક ચત્મકારનો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક ટાઈફોડનાથી પીડિત બાળકની દિલ્હીમાં સારવાર ચાલી રહી હતી. 26 મેના રોજ ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કરી દીધો. માતા પિતા બંને દીકરાને લઈને બહાદુરગઢ પાછા આવી ગયા. ઘરમાં કોહરામ મચી ગયો હતો.

શોકમગ્ન બનેલો પરિવાર દીકરાને દફનાવવાની તૈયારીમાં લાગેલો હતો. જેના માટે તમેને રાત્રે બરફની પણ વ્યવસ્થા કરી હતી અને મીઠું પણ મંગાવ્યું હતું. તો એક માતાને પોતાના દીકરાના નિધનના સમાચાર સાંભળીને ખુબ જ દુઃખ પણ પહોંચ્યું હતું. તે પોતાનું ભાન પણ ખોઈ બેઠી હતી. તે પોતાના દીકરાના શબ પાસે તેના ઉપર હાથ ફેરવતા કહેવા લાગી…”ઉઠી જા મારા દીકરા, ઉઠી જા..”

માં તેને વારંવાર પ્રેમથી હલાવીને તેને જીવતો થવાનું જણાવી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ચાદરના પેકીંગમાં રાખેલા આ શબ્દમાં થોડીવાર બાદ હલચલ શરૂ થઇ. ત્યારે જ માતાએ દીકરાના પિતાને બોલાવ્યા. પિતાએ જયારે બાળકના ચહેરાને પેકિંગમાંથી બહાર કાઢ્યું ત્યારે તેને મોઢાથી શ્વાસ આપ્યો અને દીકરાએ પિતાના હોઠને દાંત નીચે દબાવી દીધા. આ જોઈને જ પરિવારજનોને દીકરાના જીવી જવાની આશા બંધાઈ ગઈ.

ત્યારબાદ તેને રાત્રે એટલે કે 26 મેના રોજ રોહતકની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. જેના બાદ ડોક્ટરોએ કહ્યું કે તેના બચવાના ચાન્સ 15% છે. પરિવારજનોની પ્રાર્થના કરવા ઉપર તેની સારવાર શરૂ કરવામાં આવી.હોસ્પિટલમાં બાળકે ખુબ જ ઝડપથી રિકવરી કરી અને 20 દિવસ બાદ તે સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયો અને મંગળવારના રોજ તે પોતાના ઘરે પહોંચ્યો.

તેને જોઈને તેની માતાની ખુશીનું પણ ઠેકાણું ના રહ્યું. તેને જોવા માટે આસપાસના લોકો પણ આવી ગયા.ત્યારબાદ આખા ગામની અંદર ચર્ચાઓ થવા લાગી. ગામના લોકોને પણ નવાઈ લાગવા લાગી. બાળકના પિતા પણ દીકરા દ્વારા તેમના હોઠ ઉપર આપવામાં આવેલા નિશાન બતાવીને લોકોની જિજ્ઞાસાને શાંત કરવા લાગ્યા. તો દાદાએ આ ઘટનાને ચમત્કાર ગણાવી.

6 વર્ષીય તે દીકરાની માતાએ જણાવ્યું કે, “ભગવાને મારા દીકરામાં શ્વાસ ભરી દીધા. માતાએ કહ્યું કે “ડોકટરે જયારે તેને મૃત જાહેર કર્યો ત્યારે મારુ કાળજું ફાટી ગયું હતું. પરિવારજનોએ પણ તેના અંતિમ સંસ્કારની તૈયારી કરી લીધી હતી. તે જ રાત્રે મારી વિનંતી ભગવાને સાંભળી લીધી.”

Niraj Patel