લગ્ન બાદ પહેલીવાર સ્પોટ થયા કિયારા અને સિદ્ધાર્થ, સેંથામાં સિંદૂર સાથે કિયારાનો લુક ચાહકોના દિલ જીતી ગયો, જુઓ વીડિયો

હાથમાં લાલ ચૂડો, સેંથામાં સિંદૂર, લગ્ન બાદ પહેલીવાર સિદ્ધાર્થ સાથે જોવા મળી કિયારા અડવાણી, જુઓ PHOTOS

બોલીવુડના સ્ટાર કપલમાં હવે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની પણ ગણતરી થવા લાગી છે. આ કપલે ગઈકાલે સુવર્ણ નગરી જેસલમેરના સાત ફેરા લીધા અને ભવ ભવન બંધનમાં બંધાઈ ગયા. લગ્ન બાદ આ કપલે ગઈકાલે રાત્રે પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી અને ચાહકોએ પણ આ જોડીના ખુબ જ વખાણ કર્યા હતા. ત્યારે લગ્ન બાદ હવે પહેલીવાર આ કપલ સ્પોટ થયું છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા. કપલના લગ્નની તસવીરોએ દરેકના દિલને ખુશ કરી દીધા હતા. હવે રાહ કિયારા અને સિદ્ધાર્થને સાથે જોવાની હતી. તે ક્ષણ પણ આવી જ્યારે કિયારા અડવાણી લગ્ન પછી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે દિલ્હી પહોંચી. એરપોર્ટ પર સિદ્ધાર્થ કિયારાનો હાથ પકડતો જોવા મળ્યો હતો.

કિયારા અડવાણી તેના હાથમાં ગુલાબી ચૂડલા, ગળામાં મંગળસૂત્ર અને માંગમાં સિંદૂર સાથે ખૂબ જ સુંદર દેખાતી હતી. જો કે, કિયારાના લુકથી ફેન્સ પણ થોડા ચોંકી ગયા હતા. લગ્ન બાદ કિયારા સલવાર-સૂટ અને સાડીને બદલે બ્લેક પાયજામા અને ટોપમાં જોવા મળી હતી. એરપોર્ટ પરથી તેમની ઘણી બધી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે.

સિદ્ધાર્થની દુલ્હન હોવાને કારણે કિયારાના ચહેરા પર ચમક અને ખુશી બંને દેખાયા હતા. તે જ સમયે, સિદ્ધાર્થ પણ હંમેશ માટે પોતાનો પ્રેમ મેળવ્યા પછી ખુશી દેખાતો હતો. સાચું કહીએ તો લગ્ન પછી સિદ્ધાર્થ અને કિયારાને એકસાથે જોતાં, તેમના પરથી નજર હટાવવી મુશ્કેલ હતી. ચાહકો આ જોડીને ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જેસલમેરના સૂર્યગઢમાં રોયલ વેડિંગ પછી દિલ્હીમાં ભવ્ય રિસેપ્શન કરશે. સિદ્ધાર્થ મલ્હોત્રાના માતા-પિતા દિલ્હીમાં રહે છે. એટલા માટે પહેલું રિસેપ્શન 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં રાખવામાં આવ્યું છે. દિલ્હી બાદ આ કપલે મુંબઈમાં બોલિવૂડ સ્ટાર્સ, મિત્રો અને મીડિયા માટે રિસેપ્શનનું પણ આયોજન કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર, કિયારા અને સિદ્ધાર્થનું મુંબઈ રિસેપ્શન 12 ફેબ્રુઆરીએ યોજાશે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની લવ સ્ટોરી 2021માં શરૂ થઈ હતી. શેરશાહ ફિલ્મમાં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ પછી તેમના અફેરના સમાચારો ઉડવા લાગ્યા હતા. જોકે, કપલે ક્યારેય ઓફિશિયલ રિલેશનશિપ પર કંઈપણ બોલ્યું નથી. તે જ સમયે, તેણે લગ્ન કરીને તેના પ્રિયજનોને આશ્ચર્યચકિત કર્યા. આ સાથે બોલિવૂડનું નવું કપલ પણ દરેકને કલ્પ ગોલ આપી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Niraj Patel