મારુ બેટુ આટલું મોંઘુ હોય, મંગળસૂત્રના ભાવમાં તો 4BHK બંગલો અને ફોરેનની ટ્રીપો લાગી જાય, જાણો શું છે કિંમત
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. સિદ્ધાર્થ અને કિયારા લગ્ન બાદ દિલ્લી સ્થિત ઘરે ગયા હતા અને તે બાદ પરિવાર તરફથી સિદ-કિયારા માટે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. લગ્નની સાથે સાથે રિસેપ્શન પણ ખૂબ જ પ્રાઇવેટ રાખવામાં આવ્યુ હતુ.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા જ્યારે લગ્ન બાદ એરપોર્ટ પર સ્પોટ થયા ત્યારે કિયારાએ ન્યુલી બ્રાઇડ લુક ખૂબ ફ્લોન્ટ કર્યો હતો. માંગમાં સિંદુર લગાવવા સાથે સાથે કિયારાએ મંગળસૂત્ર પણ પહેર્યુ હતુ અને હાથમાં ચૂડો પણ પહેર્યો હતો. જ્યારે સિદ-કિયારા દિલ્લી પહોંચ્યા અને પેપરાજીને મિઠાઇ વહેંચી ત્યારે કિયારાનું મંગળસૂત્ર ખૂબ જ સુંદર દેખાઇ રહ્યુ હતુ.
જણાવી દઇએ કે, કિયારાનું મંગળસૂત્ર ભલે દેખાવમાં સિંપલ અને ખૂબસુરત છે, પરંતુ તેની કિંમત કરોડોમાં છે. રીપોર્ટ્સનું માનીએ તો, કિયારાના મંગળસૂત્રની કિંમત લગભગ 2 કરોડ છે. કિયારાનું મંગળસૂત્ર ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઇન કર્યું છે. કિયારાનું મંગલસૂત્ર ખૂબ જ સિંપલ છે, પણ ઘણુ જ ખૂબસુરત છે. મંગળસૂત્રમાં સોનાની ચેન સાથે કાળા રંગના મોતી અને એક મોટો ડાયમંડ વચ્ચે છે.
કિયારા અડવાણીના બ્રાઈડલ લૂકમાં લોકોનું ધ્યાન તેની સોલિટેર ડાયમંડ રિંગ પર પણ ગયું હતુ. અભિનેત્રીની હીરાની વીંટી ખૂબ જ સુંદર હતી. રિપોર્ટ્સ અનુસાર, કિયારાના લગ્નની વીંટીની કિંમત પણ કરોડોમાં છે.બીજી તરફ, કિયારા અડવાણી બ્રાઇડલ લૂક જ્વેલરી વિશે વાત કરીએ, તો તેને મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરી છે. ખાસ વાત એ છે કે મનીષે હજુ સુધી તેનું બ્રાઈડલ જ્વેલરી કલેક્શન લોન્ચ કર્યું નથી.
તેની એક ખાસ ઝલક સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં જોવા મળી હતી. લગ્ન પહેલા મનીષ મલ્હોત્રા કિયારા અડવાણી સાથે જેસલમેર આવ્યા હતા. બંનેને એકસાથે જોઈને બધાને લાગ્યું કે મનીષ કિયારાના બ્રાઈડલ આઉટફિટ માટે આવ્યો છે. પરંતુ તેણે તેની બ્રાઈડલ જ્વેલરી પણ ખૂબ જ સારી રીતે ડિઝાઈન કરી છે. આ જ્વેલરીએ કિયારાના વેડિંગ લુકને ઘણો રોયલ લુક આપ્યો હતો. આ ઉપરાંત કિયારાની કલીરો પણ ખૂબ જ ખાસ હતી.
તમને જણાવી દઈએ કે, લગ્ન બાદ આ કપલ હાલમાં દિલ્હીમાં છે, જ્યાં પરિવાર અને મિત્રો માટે એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ, કિયારા અને સિદ્ધાર્થ 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં બોલિવૂડ ફ્રેન્ડ્સ માટે ભવ્ય રિસેપ્શન આપવાના છે. જો કે, આ વાતની પુષ્ટિ હજુ સુધી થઇ નથી.