જ્યોતિષશાસ્ત્રમાં અમુક ગ્રહ દશાઓ એવી હોય છે જે સાંભળતા જ ફાળ પડે, પણ તે દરેક માટે અશુભ હોતી નથી. વર્ષ 2026ના મે અને જૂન મહિનામાં આવો જ એક ‘ખપ્પર યોગ’ સર્જાવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે અશુભ અને વિનાશકારી ગણાતો આ યોગ અમુક ખાસ રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલનારો સાબિત થશે.

જ્યારે મંગળ, શનિ અને રાહુ જેવા ક્રૂર ગ્રહોનો પ્રભાવ વધે અને મહિનામાં પાંચ શનિવાર, રવિવાર કે મંગળવાર આવતા હોય ત્યારે આ યોગનું નિર્માણ થાય છે. વર્ષ 2026માં મે મહિનામાં 5 શનિવાર અને 5 રવિવાર છે, જ્યારે જૂનમાં 5 મંગળવાર અને 15 જૂને અમાસના દિવસે મિથુન સંક્રાંતિ થઈ રહી છે. આ સંયોગોને કારણે ખપ્પર યોગનો પ્રભાવ આ બે મહિના દરમિયાન રહેશે.

1. મેષ રાશિ (Aries)
મેષ રાશિના જાતકો માટે આ ખપ્પર યોગ પડકારને બદલે પ્રગતિ લઈને આવશે. તમારા આત્મવિશ્વાસ અને સાહસમાં જબરદસ્ત વધારો થશે, જેના કારણે તમે વર્ષોથી અટકેલા અઘરા નિર્ણયો લઈ શકશો. જો કોઈ સરકારી કામકાજ કે કાયદાકીયૂ ગૂંચવણો લાંબા સમયથી સતાવી રહી હોય, તો આ સમયગાળામાં તેનો નિકાલ તમારા પક્ષમાં આવશે. શત્રુઓ તમારી સામે ટકી શકશે નહીં અને કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે.

2. વૃષભ રાશિ (Taurus)
વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો ‘ડગલે ને પગલે’ ભાગ્યનો સાથ અપાવનારો રહેશે. ખપ્પર યોગની નકારાત્મક અસરોને બદલે તમને વિદેશ પ્રવાસ કે લાંબા અંતરની મુસાફરીના યોગ બની રહ્યા છે, જે આર્થિક રીતે અત્યંત લાભદાયી સાબિત થશે. આ સમય દરમિયાન કરવામાં આવેલું નાનું રોકાણ પણ ભવિષ્યમાં મોટું વળતર આપી શકે છે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.

3. સિંહ રાશિ (Leo)
સિંહ રાશિના જાતકો માટે આ યોગ પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરનારો સાબિત થશે. ખાસ કરીને જે લોકો રાજકારણ, સામાજિક નેતૃત્વ કે મેનેજમેન્ટ સાથે જોડાયેલા છે, તેમને કોઈ મોટો હોદ્દો અથવા જવાબદારી મળી શકે છે. સમાજમાં તમારું માન-સન્માન વધશે અને તમારી નિર્ણયશક્તિની પ્રશંસા થશે. વ્યાપારીઓ માટે આ સમય નવા ઓર્ડર મેળવવા અને નેટવર્કિંગ વધારવા માટે શ્રેષ્ઠ રહેશે.

4. વૃશ્ચિક રાશિ (Scorpio)
વૃશ્ચિક રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન અણધાર્યો ધનલાભ થવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને જે લોકો રિયલ એસ્ટેટ અથવા મિલકતના વિવાદોમાં ફસાયેલા હતા, તેમને મોટું સમાધાન મળતા મોટી આર્થિક રાહત થશે. જૂના રોકાણોમાંથી અચાનક ફાયદો થઈ શકે છે. પૈતૃક સંપત્તિના મામલાઓ ઉકેલાશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષશાસ્ત્ર અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)