નીતિન જાની ઉર્ફે ખજુરભાઇ કે જે ગુજરાતના ગરીબોના મસીહાની સાથે સાથે ગુજરાતના સોનુ સૂદ તરીકે પણ ઓળખાય છે. આ નામ સાંભળતા જ ગુજરાતીઓ ગર્વ અનુભવે છે. નીતિન જાનીને કોઇ ઓળખની જરૂર નથી, તેમનું નામ ગુજરાતના દરેક ગામ અને ઘરમાં ગુંજે છે. નીતિન જાની યૂટયૂબરની સાથે સાથે ખરા અર્થમાં એક સમાજસેવી તરીકે ઉભરી આવ્યા છે.
નીતિન જાની તેમના સેવાકીય કામને લઇને ઘણીવાર ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલમાં ફરી એકવાર તેઓ ચર્ચામાં આવ્યા છે. તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે 21 દિવસમાં 5 ઘર બનાવી દીધા. આ નવું ઘર ખજુરભાઇ અને તેમની ટીમ દ્વારા મહેસાણાના મેઉ ગામમાં બનાવવામાં આવ્યુ છે.
વીડિયોમાં ખજુરભાઇ કહે છે- મહાદેવ બધાની રક્ષા કરે, 21 દિવસમાં 5 ઘર બનાવી દીધા. અમારુ પાંચમું ઘર મહેસાણાના મેઉ ગામમાં બનીને તૈયાર છે. માજીનું ઇમોશનલ થવું અને બધાનું ખુશ થવું બધુ એકસાથે થઇ ગયુ.
તેમનું ઘર સાયક્લોનમાં પડી ગયુ હતુ, ત્યારથી લઇને આજ સુધી આ માજી ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર હતા. પણ આજે તેમનું ઘર બનીને તૈયાર છે. એક એવું મકાન જ્યાં માજી તેમની પૂરી જિંદગી ખુશી ખુશી વિતાવશે.
View this post on Instagram