મારા 9 ગાંડાને તમારી મદદની જરૂર છે, માજીએ આવું ખજૂરભાઈને કહેતા જ ખજુરભાઈએ કર્યું એવું કામ કે તમે પણ કરશો સલામ.. જુઓ વીડિયો

એક બાજુ હાઇવે અને બીજી બાજુ રેલવે ટ્રેક, પરિવારના 9 માનસિક દિવ્યાંગ બાળકોને દોરડે બાંધીને રાખવા પડતા, પછી નીતિન જાનીએ આવીને કર્યું એવું કામ કે તમે પણ કરશો સલામ.. જુઓ વીડિયો

નીતિન જાનીનું નામ લેતા જ તેમનો ચહેરો સામે આવી જાય. જિગલી ખજૂરના કોમેડી વીડિયોમાં નીતિન ભાઈને લોકોએ ખુબ જ નિહાળ્યા અને તેમના વીડિયો પર લોકો પેટ પકડીને હસ્યાં પણ ખરા. ત્યારે છેલ્લા થોડા વર્ષોથી નીતિન જાની કોમેડી કિંગ તરીકે નહિ પરંતુ એક મસીહા તરીકે ઓળખાવવા લાગ્યા.

તૌકતે વાવાઝોડા બાદ નીતિન જાની લોકસેવાના કામોમાં લાગ્યા અને અત્યાર સુધી હજારો લોકોને મદદ કરી ચુક્યા છે આ ઉપરાંત જે લોકો ઘર વિહોણા બની ગયા હતા, જે લોકોના ઘર તૂટી ફૂટી ગયા હતા તેમને નવા ઘર પણ બનાવી આપ્યા, અત્યાર સુધી નીતિન જાનીએ 200થી પણ વધારે ઘર બનાવી દીધા છે.

ત્યારે નીતિન જાની તેમના આ સેવાકીય વીડિયોને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરે છે, અને તેના દ્વારા અન્ય લોકોને પણ આવા કામ કરવા માટે પ્રેરણા મળી રહી છે. ત્યારે હાલમાં જ ખજુરભાઈએ એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને લોકોની આંખો ભીની થઇ રહી છે અને તેમના આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને તેમને વંદન કરી રહ્યા છે.

ખજુરભાઈએ જે વીડિયો શેર કર્યો છે તે ગોંડલનો છે. જ્યાં તેઓ એક પરિવારની મદદે પહોંચ્યા હતા. આ મદદે પહોંચવાનું કારણ એ હતું કે નીતિન જાની જયારે એક કાર્યક્રમમાં હતા ત્યારે તેમને એક માજીએ આવી કહ્યું કે, “મારા 9 ગાંડાને તમારી મદદની જરૂર છે.” માજીની આ વાત સાંભળીને ખજુરભાઈ તેમની મદદે દોડી ગયા હતા.

આ વીડિયોને શેર કરવાની સાથે નીતિન જાનીએ કેપશનમાં આ પરિવાર વિશેની વાત પણ લખી છે. તેમને લખ્યું છે કે, “ગુજરાતના ગોંડલ શહેરમાં 9 એબનોર્મલ બાળકો રહે છે. પરિવારની મજબૂરી એ છે કે આ 9 બાળકોને આખો દિવસ દોરડે બાંધીને રાખવા પડે છે. દોરડાથી બાંધવાનું કારણ એ છે કે ઘરની એક સાઈડ પર હાઇવે છે અને બીજી સાઈડ પર રેલવે ટ્રેક છે અને વચ્ચે આ 9 બાળકોનું તૂટેલું ફુટેલુ ઘર છે. અમે તેમના માટે નવું ઘર બનાવવા જઈ રહ્યા છીએ અને ઘરની તમામ જવાબદારી લઈએ છીએ.”

આ દરમિયાન નીતિન જાની પરિવારની મદદે પહોંચ્યા ત્યારે તેમણે મીડિયા સાથે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે આ 228મું ઘર બનાવવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત તેમણે ગોંડલ વાસીઓને પણ આ પરિવારને મદદ કરવા માટેની અપીલ પણ કરી હતી. ખજુરભાઈ આ પરિવારનું મકાન બનાવવા માટેની તમામ સામગ્રી પુરી પાડવાની સાથે કામગીરીમાં પણ જોડાશે.

મકાન બનાવવા વિશે તેમણે જણાવ્યું હતું કે, “હું ગોંડલમાં પહેલીવાર આવ્યો છું. અહિયાં એક એબનોર્મલ પરિવારની પરિસ્થિતિ જોઈને હું અન્ય લોકોને પણ વિનંતી કરું છું કે આવા લોકોની મદદે આવે. અમે અહીંયા ત્રણ ઘર બનાવવાનાં છીએ. અમારી ગણતરી છે કે, ત્રણ રૂમ બનાવીએ, એટેચ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરીએ  અને બહારથી આપણે જાળીની વ્યવસ્થા પણ કરીએ. જેના કારણે એના વૃદ્ધ મા-બાપ છે એને કોઈ તકલીફ ન પડે. દસ બાર દિવસમાં ત્રણ મકાન બનાવી દઈસુ. રાત-દિવસ કામ કરીશુ.”

Niraj Patel