KGFના ફેન્સ માટે દુ:ખદ સમાચાર! અભિનેતા મોહનનું થયું નિધન

મનોરંજન ઇન્ડસ્ટ્રીમાંથી છેલ્લા કેટલાક સમયથી ખુશીની સાથે સાથે દુખના પણ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હાલ ફરી એકવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુખના સમાચાર સામે આવ્યા છે. KGF ચેપ્ટર 2 ફેમ અભિનેતા મોહન જુનેજાનું 7 મે 2022ના રોજ સવારે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અભિનેતાએ બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. પોતાની કોમેડીથી લોકોને હસાવનાર મોહન જુનેજા આજે બધાની આંખો ભીની કરી દુનિયાને અલવિદા કહી ચાલ્યા ગયા છે.

તેમની અચાનક વિદાયથી સૌ કોઈને આઘાત લાગ્યો છે. તેમના અંતિમ સંસ્કાર પણ આજે કરવામાં આવશે. મોહન જુનેજાએ પોતાની કારકિર્દીની શરૂઆત કોમેડિયન તરીકે કરી હતી. KGFમાં પત્રકાર આનંદના બાતમીદારની ભૂમિકા ભજવી હતી. તેમણે અનેક તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેમની કારકિર્દીમાં 100થી વધુ ફિલ્મો આપી હતી. તે KGF ચેપ્ટર 1 અને KGF ચેપ્ટર 2 માં પણ દેખાયા હતા. તેઓ નાનપણથી જ એક્ટર બનવા માંગતા હતા. તેમના કોલેજકાળ દરમિયાન તેઓ નાટકોમાં પણ ભાગ લેતા હતા.

તેણે 2008માં રોમેન્ટિક કન્નડ ફિલ્મ ‘સંગમા’થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. જેનું નિર્દેશન રવિ વર્મા ગુબ્બીએ કર્યું હતું. આ પછી કન્નડ તમિલ ફિલ્મ ‘ટેક્સી નંબર’માં તેમણે કામ કર્યું. 2010માં મોહને કન્નડ ભાષાના નાટક ‘નારદ વિજય’માં પણ પોતાની હાજરીનો અનુભવ કરાવ્યો હતો. જોકે મોહન માત્ર કન્નડ ફિલ્મો માટે જ જાણીતા છે. 2018માં તેણે હોરર ફિલ્મ ‘નિગુડા’માં પણ કામ કર્યું હતું. આ પણ કન્નડ ભાષામાં જ હતું.

તમામ પ્રકારની ફિલ્મો કરનાર મોહન જુનેજા માત્ર કોમેડી અભિનેતા તરીકે જાણીતા હતા. મોહન જુનેજા સાઉથના ફેમસ એક્ટરમાંના એક છે. જેમણે મુખ્યત્વે કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. KGF (2018), લક્ષ્મી (2013), વૃંદાવન (2013), પેઇડ પડે (2013), કોકો (2012), અને સ્નેહીથારુ (2012) એ મોહનની કેટલીક લોકપ્રિય ફિલ્મો (2012) છે. યશ સ્ટારર KGF ચેપ્ટર 2 મોહનની છેલ્લી ફિલ્મ હતી. ઘણી વેબસાઈટ્સ અનુસાર, મોહન જુનેજાની નેટવર્થ લગભગ $950,000 (રૂ. 73 લાખથી વધુ) છે.

વર્ષ 2012માં મોહન જુનેજા બે ફિલ્મો કોકો અને સ્નેહીથારુમાં દેખાયા હતા. વર્ષ 2013 અભિનેતા માટે સૌથી સફળ વર્ષ રહ્યું છે. તે વર્ષે તે પાંચથી વધુ ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તે પછી તે બે વર્ષ સુધી સ્ક્રીનથી દૂર રહ્યા અને વર્ષ 2016માં તેમણે પોસિબલ ફિલ્મથી કમબેક કર્યું હતું. ત્યારથી તે ફિલ્મોમાં સક્રિય છે.

Shah Jina