રોકીભાઈની બર્થ-ડે ની ઉજવણી ભારે પડી…સર્જાઈ મોટી દુર્ઘટના, 3ના થયા મોત, 3ની હાલત ગંભીર
Kgf Actor Yash Three Fans Died : બોલીવુડની જેમ સાઉથના કલાકારોનું પણ એક મોટું ફેન ફોલોઇંગ છે અને ઘણા કલાકારોને તેમના ચાહકો ભગવાન પણ માને છે અને તેમના ખાસ દિવસે તે પણ ઉત્સાહના મૂડમાં જોવા મળતા હોય છે. સેલેબ્સનો જન્મ દિવસ હોય ત્યારે તેમના ચાહકો પણ ઉજવણી કરતા હોય છે, ત્યારે હાલ KGF સ્ટાર યશનો પણ જન્મ દિવસ છે ત્યારે સાઉથમાં તેના જન્મ દિવસે પણ શાનદાર ઉજવણીઓ કરવાના મૂડમાં ચાહકો હતા, પરંતુ આ દરમિયાન એક એવી દુર્ઘટના બની કે 3 લોકો મોતને ભેટ્યા.
3 લોકોના મોત :
કન્નડ સુપરસ્ટાર યશ જેમને તમારામાંથી મોટાભાગના રોકી ભાઈ તરીકે ઓળખે છે. તેમના જન્મદિવસે મોટો અકસ્માત થયો. અભિનેતા યશ મીડિયા રિપોર્ટ અનુસાર સેલિબ્રેશનની તૈયારી દરમિયાન ત્રણ ફેન્સના મોત થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, અભિનેતાના કટ-આઉટને લગાવતી વખતે વીજળીનો કરંટ લાગવાથી આ ત્રણેયનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત વીજ કરંટના કારણે અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે.
3 લોકો ગંભીર રીતે ઘાયલ :
KGF ફેમ યશની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. તેના લાખો- કરોડો ચાહકો છે. તેઓ ચાહકો સાથે જોડાયેલા રહે છે. 4 જાન્યુઆરીના રોજ, અભિનેતાએ ફિલ્મ ટોક્સિક માટે સોશિયલ મીડિયા પર તેના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે એમ પણ કહ્યું કે તે તેના જન્મદિવસ પર તેમને મળી શકશે નહીં. આનાથી ચાહકો ચોક્કસપણે નિરાશ થતા હતા પરંતુ તેમણે યશનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું.
વીજ કરંટ લાગ્યો :
આ સંબંધમાં કર્ણાટકના ગદગ જિલ્લામાં એક અકસ્માત થયો હતો. યશનું કટ-આઉટ લગાવતી વખતે ઈલેક્ટ્રીક શોક લાગવાથી ત્રણ લોકોના મોત થયા હતા. સાથે જ ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બેનરમાં મેટલ ફ્રેમ હતી જે હેસ્કોમ વાયરના સંપર્કમાં આવી હતી. આ મામલે લક્ષ્મેશ્વર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.