‘રામ નામ સત્ય હૈ…’ દીકરીએ ભાગીને કર્યા લગ્ન તો મા-બાપે ઉઠાવ્યુ મોટુ પગલુ, છોકરીના કરી દીધા અંતિમ સંસ્કાર
Father Declared living daughter dead: ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે, ત્યારે હાલમાં ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાંથી એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક પરિવારે ઇચ્છા વિરુદ્ધ થયેલા લગ્નનો વિરોધ કર્યો અને 07 સપ્ટેમ્બરે જાહેરમાં 20 વર્ષની છોકરીને મૃત જાહેર કરી તેના અંતિમ સંસ્કાર કર્યા. ઓલ પોલીસ સ્ટેશન વિસ્તારના દેમલ ગામના મુના મલિકની પુત્રી દીપાંજલી મલિકે તેના પ્રેમી રાજેન્દ્ર સાથે 28 ઓગસ્ટના રોજ એક મંદિરમાં લગ્ન કર્યા હતા.
આ પછી પુત્રીના નિર્ણયથી નારાજ માતા-પિતાએ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા અને તેને મૃત જાહેર કરી દીધી. દીપાંજલિના પિતાએ કહ્યું, “અમારી પુત્રી રાજેન્દ્ર સાથે ભાગી ગઈ હતી. અમે તેની વિરુદ્ધ ઔલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. પોલીસને ખબર પડી અને અમારી દીકરી અમને સોંપી. પરંતુ દીપાંજલિએ વિદ્રોહ કર્યો અને ગામના મંદિરમાં રાજેન્દ્ર સાથે લગ્ન કર્યા. આનાથી અમને ઘણું દુઃખ થયું છે.
અમે તેના અંતિમ સંસ્કાર કર્યા છે અને હવે તે અમારા માટે મૃત્યુ પામી છે. તેણે સમગ્ર પરિવારને શર્મશાર કર્યો છે. તેમણે આગળ કહ્યુ તે અમે સાર્વજનિક રૂપથી એ ઘોષણા કરી કે અમારી દીકરી અમારા માટે મરી ગઇ છે. અમે તેના યોગ્ય યુવક સાથે લગ્ન કરવાનું સપનું જોયું હતુ. પરંતુ તેણે અમારી વાત ન માની અને અમારી સંમતિ વિના લગ્ન કરી લીધા.
દીપાંજલિએ કહ્યું, “મારી લગ્નની ઉંમરની હતી. મેં સાચો નિર્ણય લીધો છે.’ જોકે, છોકરાના માતા-પિતા તેમની વહુના આવવાથી ખૂબ જ ખુશ છે.રાજેન્દ્રના પિતાએ કહ્યું, “મારા દીકરાએ કોઈ ખોટું કર્યું નથી. અમે દીપાંજલિને અમારી વહુ તરીકે ખુશીથી સ્વીકારી છે.” આ મામલા પછી કેન્દ્રપાડાના માનવાધિકાર કાર્યકર્તાએ કહ્યું કે, “છોકરો અને છોકરી બંને પુખ્ત છે.
18 વર્ષની થઈને છોકરી પોતાની મરજી મુજબ લગ્ન કરવા ભાગી જાય એમાં કંઈ ખોટું નથી. યુવતીના પરિવારજનોને તેના અંતિમ સંસ્કાર કરવાનો કોઈ અધિકાર નથી. “તેઓએ તેના અગ્નિસંસ્કાર કરીને તેનું અપમાન કર્યું છે અને તેના માનવ અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.” આ ઉપરાંત વકીલે જણાવ્યું કે તે આવી રીતે અંતિમ ક્રિયા કરીને દીકરીના પ્રોપર્ટીમાં જે ભાગ છે એનાથી છટકી શકશે નહીં.