KBCમાં આ ગુજરાતી છોકરીએ છીનવી લીધી અમિતાભ બચ્ચનની ખુરશી, બિગ બી પણ આંખો ફાડી ફાડીને જોતા જ રહી ગયા, જુઓ વીડિયો

ગુજરાતની કન્ટેસ્ટન્ટે હડપી લીધી અમિતાભ બચ્ચનની ખુરશી, જુઓ શોક કરી ગયા બિગ બી, જુઓ મજેદાર વીડિયો

ટીવી પર આવતા રિયાલિટી શો દર્શકો જોવાનું ખુબ જ પસંદ  કરતા હોય છે અને તેમાં પણ “કોન બનેગા કરોડપતિ”ને દર્શકો ખુબ જ પસંદ પણ કરતા હોય છે. આ શોએ ઘણા લોકોની જિંદગી બદલી નાખી છે, છેલ્લા ઘણા વર્ષોથી આ શોને બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે અને શોની અંદર પણ ઘણી રસપ્રદ ઘટનાઓ થતી જોવા મળતી હોય છે, જે દર્શકોનું પણ ભરપૂર મનોરંજન કરાવતી હોય છે.

આ શોમાં ઘણા લોકો કરોડપતિ બની ગયા તો ઘણા લોકો ભલે થોડી રકમ જીત્યા હોય પરંતુ દિલ ચોક્કસ જીતીને જાય છે, ઘણા લોકોએ અમિતાભના દિલ પણ જીતી લીધા છે, ત્યારે આવનારા ભાગમાં રાજકોટથી આવેલી એક છોકરી જોવા મળવાની છે જેને અમિતાભ બચ્ચનની ખુરશી આ શોમાંથી છીનવી લીધી. જેનો વીડિયો સોનુ ટીવી દ્વારા હાલ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે જેને દર્શકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

સોની ટીવી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડ જીતીને એક મહિલા ખુબ જ એક્સાઈટેડ થઈને હોટ સીટ પર બેસવા માટે આવે છે અને તે તેની હોટ સીટની જગ્યાએ અમિતાભ બચ્ચનની સીટ પર જઈને જ બેસી જાય છે. આ નજારો સાઈડમાં ઉભેલા અમિતાભ બચ્ચન પણ જુએ છે અને દંગ રહી જાય છે. જેના બાદ અમિતાભ તેને ત્યાં જ બેસવાનું કહે છે અને પોતે આવીને હોટસીટ પર બેસી જાય છે. પછી બંને ઘણી બધી વાતો કરે છે.

આ મહિલા રાજકોટની છે અને તેનું નામ ફોરમ માકડીયા છે. તેના અમિતાભની સીટ પચાવી પાડ્યા બાદ જયારે બિગ બી તેની સામે હોટ સીટ પર બેસે છે ત્યારે કહે છે, “ફોરમજી હું તમને જણાવી નથી શકતો કે હું કેટલો ખુશ છું.” પછી ફોરમને તેની ભૂલ સમજાય છે અને તે કહે છે કે આજે બધું ઊંધું છતું થઇ રહ્યું છે, પરંતુ હું હંમેશા યોગ્ય જગ્યાએ પહોંચી જાઉં છું. જે સાંભળીને અમિતાભ સાથે દર્શકો પણ હસવા લાગે છે.

Niraj Patel