‘કસોટી જિંદગી કી’ની સ્નેહા દેખાય છે હવે આવી, 23 વર્ષની ઉંમરે બની વકીલ, ખુબસુરતી એવી કે એક્ટ્રેસ પણ ભરે પાણી…

સ્ટાર પ્લસનો પ્રખ્યાત શૉ ‘કસોટી જિંદગી કી’ તો તમને યાદ જ હશે. જેમાં અનુરાગ બાસુ અને પ્રેરણાની લવ સ્ટોરી બતાવવામાં આવી હતી, પરંતુ તેના લગ્ર મિસ્ટર બજાજ જોડે થઇ જાય છે. તે બંનેની એક પુત્રી સ્નેહા બજાજ હતી. જેનો રોલ બાળ કલાકાર શ્રેયા શર્માએ કર્યો હતો. બાળ કલાકાર તરીકે ઘર-ઘરમાં જાણીતી બનેલી શ્રેયા શર્મા હવે મોટી થઈ ગઈ છે. પરંતુ એકટિંગની દુનિયાને છોડીને તે વકીલાત કરવા લાગી છે. નાની સ્નેહા બજાજ હવે મોટી અને ઘણી સુંદર થઇ ગઈ છે જેને પહેલીવાર જોતા તમે ઓળખી નહિ શકો.તેનો લૂક જોઈને તમે હેરાન થઇ જશો.

આ એ જ સ્નેહા બજાજ છે જે હવે 27 વર્ષની થઇ ગઈ છે. શ્રેયા શર્માએ એકટિંગની દુનિયાને છોડી દીધી છે, પરંતુ સોશ્યિલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી હોય છે. ઇન્સ્ટાગ્રામ પર તે તેની સુંદર તસવીરો પણ શેર કરે છે. શ્રેયાનો લૂક હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. ક્યુટ નાનકડી શ્રેયા હવે એકદમ ગ્લેમરસ અને સુંદર દેખાવા લાગી છે.

તેના આ સુંદર ફોટોઝ પર હજારો યુઝર્સે લાઈક અને કોમેન્ટ કરી છે અને યુઝર્સ કહે છે કે તમારી સ્માઇલ આજે પણ એવી જ છે અને તમે આજે પણ એટલા જ સુંદર દેખાવ છો. શ્રેયા શર્માએ વર્ષ 2001માં ટીવી સીરીયલ ‘કસોટી જિંદગી કી’થી કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તેણે સ્નેહા બજાજની ભૂમિકા નિભાવી હતી.

આ સિવાય 6 વર્ષની ઉંમરમાં શ્રેયા શર્માએ શેફ અલી ખાન અને રાની મુખર્જીની ફિલ્મ ‘થોડા પ્યાર થોડા મેજિકમાં’ બાળ કલાકાર રીતે કામ કર્યુ હતુ. વર્ષ 2011માં તેને બાળ કલાકારનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. તેને તેના એકટિંગ કરિયરમાં તેને ‘ચુનરી મેં દાગ’,’રોબોટ’,’ચિલ્લર પાર્ટી’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ તે હવે એકટિંગથી દૂર થઇ ગઈ છે. તે છેલ્લે 2016માં તેલુગુ ફિલ્મ નિર્મલા ‘કોન્વેન્ટમાં’ જોવા મળી હતી. રિપોર્ટ્સ અનુસાર, શ્રેયા હવે વકીલ બની ગઈ છે અને કાયદામાં ગ્રેજ્યુએટ થઈ ગઈ છે અને હવે વકીલ તરીકે પ્રેક્ટિસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shriya Sharma (@shriyasharma9)

Devarsh