ચાલુ ટ્રેનમાંથી કૂદી બોલિવુડની ફેમસ એક્ટ્રેસ, ખરાબ રીતે થઇ ઘાયલ, કહ્યુ- બહુ દર્દ…

‘રાગિની એમએમએસ રિટર્ન’ અને ‘પ્યાર કા પંચનામા’ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકેલી અભિનેત્રી કરિશ્મા શર્મા એક મોટા અકસ્માતનો ભોગ બની. તેણે પોતે આ માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી. અભિનેત્રીએ પોસ્ટમાં જણાવ્યું હતું કે તે મુંબઈની લોકલ ટ્રેનમાં ચર્ચગેટ જઈ રહી હતી, ટ્રેનમાં ચઢતાની સાથે જ સ્પીડ વધી ગઈ અને તેના મિત્ર ટ્રેન યોગ્ય રીતે પકડી શક્યા નહીં. આને કારણે તે ચાલતી ટ્રેનમાંથી કૂદી પડી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ. જણાવી દઈએ કે હાલમાં કરિશ્મા શર્મા હોસ્પિટલમાં દાખલ છે.

તેણે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી અને ચાહકોને તેના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવા વિનંતી કરી. કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી લખ્યું, ‘ગઈકાલે ચર્ચગેટમાં શૂટિંગ માટે જતી વખતે મેં સાડી પહેરીને ટ્રેન પકડવાનું નક્કી કર્યું. હું ટ્રેનમાં ચઢતાની સાથે જ ટ્રેનની ગતિ વધવા લાગી અને મેં જોયું કે મારા મિત્ર ટ્રેન પકડી શક્યા નથી. ડરના કારણે, હું કૂદી પડી અને મારી પીઠ બાજુ પડી, જેના કારણે મને માથામાં ગંભીર ઈજા થઈ છે.

અભિનેત્રીએ આગળ લખ્યું, ‘મારી પીઠમાં દુખાવો છે, મારા માથામાં સોજો આવી ગયો છે અને શરીર પર નિશાન છે. માથામાં થયેલી ઈજા ગંભીર છે કે નહિ તે જાણવા માટે ડોક્ટરોએ MRI કરાવવાની સલાહ આપી છે, મને એક દિવસ માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. ગઈકાલથી મને દુખાવો થઈ રહ્યો છે, પરંતુ હું મજબૂત છું. કૃપા કરીને મારા ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરો અને મને તમારો પ્રેમ મોકલો.’

કરિશ્માની એક મિત્રએ હોસ્પિટલમાંથી તેનો ફોટો શેર કર્યો અને લખ્યું- “વિશ્વાસ નથી થઈ રહ્યો… મારી મિત્ર ટ્રેનમાંથી પડી ગઈ અને તેને કંઈ યાદ નથી. અમે તેને ફ્લોર પર શોધી અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરો તપાસ કરી રહ્યા છે. બધા પ્રાર્થના કરે છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય.” ઘટના પહેલા તેની મિત્રએ એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં કરિશ્મા સ્ટેશન પર સાડી પહેરેલી જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે કરિશ્મા શર્મા ‘પ્યાર કા પંચનામા 2’ અને ‘રાગિની MMS: રિટર્ન્સ’ જેવા પ્રોજેક્ટ્સ માટે જાણીતી છે. કરિશ્માએ ઘણી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. તેણે ‘લાઈફ સહી હૈ’ થી વેબ ડેબ્યૂ કર્યું. આ ઉપરાંત, તે ‘હમ – આઈ એમ બિકૉઝ ઓફ અસ’, ‘ફિક્સર’ અને ‘સુમેર સિંહ કેસ ફાઇલ્સ: ગર્લફ્રેન્ડ્સ’ જેવી વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી.

Shah Jina
error: Unable To Copy Protected Content!