કરીના કપૂર તેના પતિ સૈફ અને બંને દીકરાઓ તૈમુર અને જેહ સાથે પહોંચી લંચ ડેટ પર, માસ્ક ઉતારી આપ્યા કેમેરા સામે પોઝ- જુઓ વીડિયો

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન ઘણીવાર અનેક કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી તે કોરોના પોઝિટિવ હોવાની કારણે ચર્ચામાં રહી હતી. તે ક્વોરેન્ટાઇન પીરિયડ દરમિયાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહી હતી અને તેણે ઘણી તસવીરો અને વીડિયો ઇન્સ્ટા અને સ્ટોરીમાં શેર કર્યા હતા. હાલમાં જ કરીના કપૂરને તેના પૂરા પરિવાર સાથે પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. કરીના આ દરમિયાન તેના બંને દીકરાઓ તૈમુર અને જહાંગીર તેમજ પતિ સૈફ અલી ખાન સાથે લંચ ડેટ પર સ્પોટ થઇ હતી.(તસવીરો સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

વીડિયોમાં કરીનાને કારમાંથી નીકળતી જોઇ શકાય છે, તે કારમાંથી ઉતરતા તેના નાના દીકરા જેહને તેના ખોળામાં લઇ લે છે ત્યાં જ સૈફ તૈમુર સાથે જોવા મળી રહ્યો છે. તે બાદ કારમાંથી બહાર આવ્યા પછી કરીના તેના પતિ સાથે કેમેરા સામે પોઝ આપતી પણ જોવા મળે છે. આ દરમિયાન તે પેપરાજી સામે માસ્ક કાઢી પણ પોઝ આપતી જોવા મળી રહી છે.

કરીનાએ લેધર પેન્ટ સાથે બ્લેક ટી શર્ટ કેરી કરી છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. ત્યાં સૈફ અલી ખાન ટી શર્ટ અને જીન્સમાં જોવા મળી રહ્યા છે. તૈમુરની વાત કરીએ તો, પિંક અને વ્હાઇટ કુર્તા પાયજામામાં જોવા મળી રહ્યો છે અને ક્યુટ જેહ શોર્ટ્સ બ્લૂ જીન્સ અને શર્ટમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન જેહ ઘણો જ ક્યુટ લાગી રહ્યો હતો અને તે કેમેરા સામે આજુબાજુ પણ બધુ નિહારતો જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા તે કોરોના રીપોર્ટ પોઝિટિવ હોવાને લઇને ચર્ચામાં આવી હતી. કરીના કપૂર ખાન છેલ્લા બારેક દિવસથી ક્વોરેન્ટાઇનમાં છે. પરંતુ હાલતમાં જ તેના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા હતા. અભિનેત્રીનો કોવિડ 19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ સાથે, કોવિડ 19 થયા પછી, કરીના કપૂર ખાને પણ ઓમિક્રોન માટે જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ હવે આવી ગયો છે જે ચાહકો માટે રાહતની વાત છે. કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ કરીના કપૂર ખાનનો પણ ઓમિક્રોનના વધતા જતા કેસને કારણે જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેથી જાણી શકાય કે અભિનેત્રી ઓમિક્રોનની પકડમાં આવી છે કે કેમ.

આ ટેસ્ટનો રિપોર્ટ હવે આવ્યો છે જે નેગેટિવ છે.આ સાથે જ કરીનાએ સોશિયલ મીડિયા પર એ પણ જાણકારી આપી કે તેનો કોવિડ 19 રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. કરીના કપૂર ખાન સિવાય અમૃતા અરોરા, સીમા ખાન અને મહિપ કપૂરનો ઓમિક્રોન રિપોર્ટ પણ આવ્યો છે જે નેગેટિવ છે. કરિના કપૂર ખાન 13 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ થઈ હતી. કરિનાનો 14 દિવસનો ક્વોરન્ટાઈન પૂરો નથી થયો. એટલા માટે તે આ વખતે ક્રિસમસ પર કપૂર ફેમિલી લંચ મિસ કરી શકે છે.

કરણ જોહરની પાર્ટીમાંથી આવ્યા બાદ કરીના કપૂર ખાન, અમૃતા અરોરા, સીમા ખાન અને મહિપ કપૂરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ કરીના અને બીજા બધાએ પોતાને ક્વોરેન્ટાઈન કરી લીધા હતા. કોવિડ 19 પોઝિટિવ આવ્યા બાદ કરીના તેના બંને બાળકો અને પતિ સૈફને ખૂબ જ મિસ કરી રહી છે. જેનો પુરાવો તે સોશિયલ મીડિયા છે જેના પર તે સતત પોસ્ટ કરી રહી છે. કરીના કપૂરે ક્વોરેન્ટાઈનમાં સ્વાદિષ્ટ ભોજનની મજા માણી હતી.

અભિનેત્રીએ ઇન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ કર્યું જેમાં તેણે કેપ્શનમાં લખ્યું કે ‘તે માખણ ખાવાનું બંધ કરી શકતી નથી’. કરણ જોહરે બ્લોકબસ્ટર ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ના 20 વર્ષ પૂરા થવા પર એક પાર્ટીનું આયોજન કર્યું હતું. તે બાદ જ કરીના સહિત કેટલાકના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. સીમા ખાન, મહિપ કપૂર, આલિયા ભટ્ટ, અમૃતા અરોરા, મલાઈકા અરોરા કરણ જોહરના ઘરે હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina