મનોરંજન

દીકરાને જન્મ આપ્યા બાદ આ કામ કરવા નીકળી પડી કરીના કપૂર, ફેન્સ બોલ્યા પ્લીઝ આરામ કર

બોલીવુડની ખ્યાતનમાં અભિનેત્રી અને પટૌડી પરિવારની બેગમ કરીના કપૂર ખાને 21મી ફેબ્રુઆરીના રોજ એક દીકરાને જન્મ આપ્યો છે. કરીના હવે બીજીવાર માતા બની ગઈ છે તો સૈફ અલી ખાન ચોથી વાર પિતા બની ગયો છે. હજુ સુધી કરીના અને સૈફનાં છોટે નવાબની કોઈ તસ્વીર સામે નથી આવી. પરંતુ કરીના હવે દીકરાને જન્મ આપ્યા બાદ કામ ઉપર પરત ફરવાની તૈયારી જરૂર કરી રહી છે.

કરીનાની ડિલિવરીને હજુ એક મહિનો પણ પૂર્ણ નથી થયો ત્યાં તે પોતાને હવે તૈયાર કરી રહી છે. કરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર એક નવી તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં કરીના હેર ડુ કરાવવા માટે સલૂનમાં બેઠેલી જોવા મળી રહી છે. આ સાથે જ તેને એક પોસ્ટ પણ શેર કરી છે.

કરીનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટની અંદર લખ્યું છે કે “હું હજુ વધારે ઢીલા કપડાં અને ડાયેપર્સ માટે તૈયાર છું.” આ સાથે જ આ પોસ્ટમાં તેને પોતાના હેર ડ્રેસરનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

તો તેને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કહ્યું છે કે આજે તેનો હેર ડ્રેસર તેના કામ ઉપર લાગી ગયો છે. સાથે જ તે લોકોને પૂછી રહી છે કે તમે જ જણાવ્યો કે હું કયો હેર કલર કરાવવાની છું ? આ સાથે જ તેને ચાહકો માટે બે ઓપશન પણ રાખ્યા છે. તમને જણાવી દઈએ કે કરીનાએ Balayage કલર કરાવ્યો છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે કરીના જલ્દી જ ફિલ્મોમાં કમબેક પણ કરી શકે છે. થોડા સમય પહેલા કરીનાની સૈફ સાથે ફરવા દરમિયાનની પણ તસ્વીર સામે આવી હતી. આજે સામે આવેલી તસ્વીરમાં કરીના ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. જલ્દી જ તે શેપમાં પરત ફરશે.

 

View this post on Instagram

 

A post shared by Yianni Tsapatori (@yiannitsapatori)


કરીનાની આ તસ્વીરને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. કરીનાની અદાઓ જોઈને તેમના ચાહકો તસ્વીર ઉપર ખુબ જ કોમેન્ટ પણ કરી રહ્યા છે.