અંબાણીના પ્રસંગમાં બોલીવુડની બેબો કરીના કપૂરે લૂંટી લીધી લાઇમ લાઈટ, સાડીમાં દેખાયો એવો કાતિલ અંદાજ, કે જોતા જ રહી ગયા સૌ

Kareena Kapoor Anant-Radhika Pre Wedding : આ દિવસોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી આ કપલની પ્રી-વેડિંગ સેરેમની શરૂ થઈ છે, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. સૈફ અલી ખાને પણ પત્ની કરીના કપૂર અને પુત્ર તૈમુર અલી સાથે લગ્ન પહેલાની સેરેમનીમાં હાજરી આપી હતી.

ત્યારે કરીના કપૂરે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ સેરેમનીમાં ગ્રે સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. કરીનાનો વીડિયો જોઈને તેના ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. જ્યારે બોલિવૂડની તમામ અભિનેત્રીઓએ ડ્રેસ અને ગાઉન પહેર્યા હતા, ત્યારે કરીનાના આ લુકે બધાનું દિલ જીતી લીધું હતું.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાંથી સૈફ અલી ખાન, કરીના કપૂર અને તૈમૂરની એક તસવીર સામે આવી છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. ત્રણેય આ સમારોહમાં સજી ધજીને પહોંચ્યા હતા, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. સૈફ અલી ખાને તેની પત્ની કરીના કપૂર અને પુત્ર તૈમુર સાથે પેપરાજીની સામે પોઝ આપીને ફોટો પણ ક્લિક કરાવ્યા હતા.

તસવીરમાં જોઈ શકાય છે કે કરીના કપૂર જાંબલી રંગની સાડીમાં ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગી રહી છે. તેણે મેચિંગ કલરનું બ્લાઉઝ પહેર્યું છે. કરીના કપૂરે ચોકર ડાયમંડથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે અને મેકઅપે તેના લુકને વધારે નિખાર્યો છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં કરીના કપૂરની આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી રહી છે અને ચાહકો પણ બેબોના લુકની પ્રસંશા કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

18 મહિનામાં જ ઘટાડી દીધું હતું 108 કિલો વજન, તો હવે ફરી હતો એવો કેમ થઇ ગયો અનંત ? જાણો બધું જ – નીચેના વીડિયોમાં જુઓ રસપ્રદ માહિતી

Niraj Patel