આ સસ્તું ટોપનો ભાવ જાણીને ખડખડાહટ હસી પડશો
21 ફેબ્રુઆરીના રોજ કરીના કપૂર અને તેના પતિ સૈફ અલી ખાનના ચાહકોને ખુશ ખબરી મળી હતી, કારણ કે 21 ફેબ્રુઆરીએ કરીનાએ તેના બીજા દીકરાને જન્મ આપ્યો હતો. હાલમાં જ તેને દીકરાના નામની પણ જાહેરાત કરી દીધી છે. તેના બીજા દીકરાનું નામ જહાંગીર રાખવામાં આવ્યું છે. ત્યારે જે જગ્યાએ તેના બીજા દીકરાનું નામ જાહેર થયું છે તે તેના દ્વારા હાલમાં જ લોન્ચ કરવામાં આવેલા પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ”માં જોવા મળ્યું છે.
કરીના કપૂરે પોતાની બંને પ્રેગ્નેન્સીના અનુભવને પોતાના પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ”માં શેર કર્યો છે. સોમવારે સાંજે 5 વાગે બેબોએ ચાહકો સમક્ષ લાઈવ આવીને પોતાના થર્ડ બેબીને દુનિયા સાથે મળાવ્યુ હતું. કરીનાએ લખ્યું હતું કે, “આ પુસ્તક મારા માટે ઘણી બાબતોમાં ત્રીજા બાળક સમાન છે. કોન્સેપટ, આઈડિયાથી લઈને તેના પબ્લિશ થવા સુધીની સફરને હું પ્રેગ્નેન્સીનું નામ આપીશ.”
કરીના કપૂર એ હસીનાઓમાંથી છે જેને બોડીકૉન નંબરથી લઈને સ્લીટ્સ ડ્રેસ અને રિસ્ક કટઆઉટ ગાઉન પહેરીને મેટરનિટી સ્તાઈલને એક અપગ્રેડ કરી છે. એવામાં જ્યાં વાત હતી “ત્રીજા બાળક”ની તો કરીના પાછળ થોડી રહેવાની છે.
પોતાના લાઈવ સેશન દરમિયાન કરીના કપૂર ખાને ઇન્ટરનેશનલ ફેશન હાઉસ H&Mથી એનિમલ પ્રિન્ટ ટોપ લીધું હતું. જેની કિંમત ફક્ત 1300 રૂપિયા છે. ટોપની અંદર હાઈ નેકલાઇન બનેલી છે. જેને ફૂલ સ્લીવ સાથે જોડવામાં આવ્યું છે.
કરીનાએ જે દીપડાની ચામડી જેવું ટોપ પહેર્યું હતું, તેમાં પાછળની તરફ બેકલેસ ડિટેલિંગ એડ કરી હતી. આ ટોપ બોડી ફિટિંગ લુકમાં હતું. જેમાં બહુ જ સારી રીતે બેબોના સાઈડ કર્વ્સ ફ્લોન્ટ થઇ રહ્યા હતા. આ ટોપમાં કરીના ખુબ જ સુંદર લાગી રહી હતી.
પોતાના આ પહેરવેશને પૂર્ણ કરવા માટે કરીનાએ એક ચમકદાર બ્લશની સાથે પોતાના ચિકબૉન્સને હાઈલાઈટ કર્યા હતા. જેની સાથે ડાર્ક કોહલ આઈઝ, મૈટ લિપ્સ અને ખુલ્લા વાળ ખુબ જ સારી રીતે આ લુક સાથે બ્લેન્ડ થઇ રહ્યા હતા.