સની દેઓલના લાડલા દીકરાના લગ્નની અંદર સુરતની આ મહિલાએ સન્ની પાજીના હાથ પર લગાવી હતી મહેંદી, લોકો પણ કરી રહ્યા છે પ્રસંશા, જુઓ કોણ છે તે

આ ગુજરાતણે સની દેઓલના દીકરાના મહેંદીના પ્રસંગમાં લગાવી દીધા હતા ચાર ચાંદ, સની દેઓલની મહેંદી જોઈને તો લોકો કરવા લાગ્યા વખાણ, જુઓ

Karan Deol Mehendi Ceremony : બોલીવુડની અંદર સેલેબ્રીટીના ઘરે કોઈ શુભ પ્રસંગ હોય છે ત્યારે આ પરિવાર સાથે સાથે ચાહકો પણ ખુબ જ ખુશ હોય છે અને આ પ્રસંગની તમામ અપડેટ પણ તેઓ શોશિયલ મીડિયા દ્વારા મેળવવા માંગતા હોય છે. હાલમાં જ દેઓલ પરિવારમાં એક ખુશીઓનો પ્રસંગ ઉજવાયો, જેમાં સની દેઓલના દીકરા કરણ દેઓલના લગ્ન થયા.

સની દેઓલના મોટા પુત્ર કરણ દેઓલે તેની ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે 18 જૂનના રોજ લગ્ન કર્યા હતા. ત્યારે આ લગ્નની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાં આવ્યા હતા. ત્યારે લગ્નની તસવીરો વાયરલ થયા બાદ લગ્નની મહેંદીની પણ ખુબ જ ચર્ચા થઇ રહી છે.

15મી જૂને મહેંદી સમારંભનું આયોજન થયું હતું,  જેણે હેડલાઇન્સ મેળવી હતી, સુરતની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખે ઉત્સવમાં તેની કલાત્મક સ્પર્શ ઉમેર્યો હતો. નિમિષા પારેખને દેઓલ પરિવાર દ્વારા તેમની ઉત્કૃષ્ટ મહેંદી ડિઝાઇન્સ સાથે આ પ્રસંગને માણવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સુરતનું ગૌરવ નિમિષા પારેખે સની દેઓલ, કરણ દેઓલ, બોબી દેઓલ અને સમગ્ર દેઓલ પરિવારની સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખાસ આમંત્રિતોના હાથે મંત્રમુગ્ધ કરતી મહેંદી મૂકી હતી. તો સની દેઓલ હિન્દુ-મુસ્લિમ-શીખ-ખ્રિસ્તી ભાઈચારાને દર્શાવતી મહેંદી ડિઝાઇન પોતાના હાથ પર બનાવી હતી.

નિમિષા પારેખની કલાત્મક પ્રતિભા ભારત અને વિદેશમાં જાણીતી છે. યુ.એસ.માં 350થી વધુ મહેંદી કલાકારોને તાલીમ આપ્યા પછી, તેણીને આ યાદગાર પ્રસંગનો ભાગ બનવા માટે દેઓલ પરિવાર તરફથી વ્યક્તિગત આમંત્રણ મળ્યું. આ બાબતે નિમિષા પારેખે શેર કર્યું, “મને મહેંદી સમારંભ માટે દેઓલ પરિવાર, ખાસ કરીને સની દેઓલ તરફથી આમંત્રણ મળ્યું હતું.

સની દેઓલ, જે સામાન્ય રીતે મહેંદી લગાવવાનું ટાળે છે, તેમણે તેના પુત્રના લગ્નની ઉજવણીમાં તેને અપનાવવાનો વિશેષ નિર્ણય લીધો, જે ‘સર્વ ધર્મ સમભાવ’ – તમામ ધર્મો માટે આદરનું પ્રતીક છે.

Niraj Patel