કાનપુર ટેસ્ટમાં પહેલા દિવસે મસાલો ખાતો યુવક બીજા દિવસે પણ મસાલો ચાવતા ચાવતા ગુટખા ના ખાવાની સલાહ આપવા લાગ્યો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના પહેલા જ દિવસે સ્ટેડિયમમાં બેસી અને મસાલો ચાવતા ચાવતા ફોન ઉપર વાત કરી રહેલા એક યુવકનો વીડિયો વાયરલ થયો હતો, જેના બાદ બીજા દિવસે પણ આ વ્યક્તિ હાથમાં પોસ્ટર લઈને મેદાનમાં જોવા મળ્યો હતો, પરંતુ આ દરમિયાન પણ મોઢામાં તે કઈ ચાવતો હોવાના કારણે ફરીથી વિવાદ વકર્યો છે.

સોશિયલ મીડિયામાં ગુટખા ખાતા આ યુવકના ઘણા મીમ પણ વાયરલ થયા હતા, જેના બાદ મેચના બીજા દિવસે તે હાથમાં એક બોર્ડ લઈને મેદાનમાં આવ્યો હતો. જેની પણ બે તસવીરો વાયરલ થઇ રહી છે. જેમાં તેના હાથમાં રહેલા બોર્ડની અંદર લખેલું હતું કે “ગુટખા ખાવી ખોટી વાત છે.” પરંતુ હવે આ વાતને લઈને પણ વિવાદ વકર્યો છે.

આ વ્યક્તિની બે તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે, જેમાથી એક તસવીરની અંદર જોવા મળી રહ્યું છે કે તે વ્યક્તિ હાથમાં બોર્ડ લઈને ઉભો છે અને બીજી તસવીરમાં જોવા મળ્યું છે કે તે સ્ટેન્ડમાં બેઠો છે, તેના હાથમાં બોર્ડ છે અને ફોન ઉપર વાત કરી રહ્યો છે. પરંતુ આ દરમિયાન તેના મોઢામાં પણ પહેલા દિવસની જેમ ગુટખા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વાતને લઈને જ હવે યુઝર્સ કોમેન્ટ કરી અને ચર્ચાઓ કરી રહ્યા છે.

યુઝર્સનું કહેવું છે કે આ ભાઈ એક તરફ લોકોને ગુટખા ના ખાવા માટે બોર્ડ લઈને અને અપીલ કરી રહ્યા છે અને બીજી તરફ પોતે જ પોતાના મોઢામાં ગુટખા ભરી રાખી છે. ઘણા લોકો તેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ તેની નિંદા કરી રહ્યા છે. તો ઘણા લોકોનું એમ પણ કહેવું છે કે આ તસવીરને એડિટ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહેલા તે યુવકનું નામ શોભિત પંડિત છે. શોભીતના જણાવ્યા અનુસાર તે તેની બહેન સાથે પહેલા દિવસે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવ્યો હતો. તે વ્યવસાયે વ્યાપારી છે. તે ગુટખા ખાવાનો ખુબ જ શોખીન છે પરંતુ ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં તેની પાસેથી સુરક્ષાકર્મીઓએ ગુટખા લઇ લીધી હતી. ગુટખાની તલબનાં કારણે તેને તેની બહેન પાસેથી મીઠી સોપારી માંગીને મોઢામાં દબાવી લીધી હતી અને મેચ દરમિયાન જયારે કેમેરો તેના તરફ આવ્યો ત્યારે તે ગુટખા ખાતો જોવા મળ્યો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


શોભિતનું માનીએ તો તે હવે ગુટખાથી જલ્દી જ દૂર થઇ જશે અને તેના કારણે જ તે જયારે આજે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં મેચ જોવા માટે પહોંચ્યો ત્યારે તેના હાથમાં “ગુટખા ખાવું ખોટું છે” એવું લખેલું એક પોસ્ટર પણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત શોભીતે એમ પણ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં તેની બહેન વિરુદ્ધ જે ખોટી ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે તે ના થવું જોઈએ અને તે સોશિયલ મીડિયાનો શિકાર ના બનવી જોઈએ.

Niraj Patel