કાંગારૂઓની આવી લડાઈ આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોઈ હોય, વીડિયો જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા માત્ર માણસો માટે જ નહીં, પરંતુ પ્રાણીઓ માટે પણ એક એવું પ્લેટફોર્મ બની રહ્યું છે, જ્યાં તેમને ઝડપથી લોકપ્રિયતા મળી રહી છે. અહીં દરરોજ કોઈને કોઈ પ્રાણીઓના વીડિયો વાયરલ થાય છે. આવી જ રીતે હાલમાં કાંગારૂઓનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે કાંગારુઓ પ્રોફેશનલ લડવૈયાઓની જેમ લડતા જોવા મળી રહ્યાં છે.

તેમની આ લડાઈ ઈન્ટરનેટ પર ઘણી જોવામાં અને શેર કરવામાં આવી રહી છે. આવો અમે તમને પણ ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય પ્રાણીની આ લડાઈ બતાવીએ. ટેક્સાસના સેન એન્ટોનિયો ઝૂનો એક વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જેમાં આ કાંગારૂઓ તેમના ઘેરામાં એકબીજા સાથે લડતા જોવા મળે છે. ઝૂના પ્રમુખ અને સીઈઓ ટિમ મોરોએ વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘કોણ ઈચ્છે છે? MMA (માર્સુપિયલ માર્શલ આર્ટ્સ).’

તમને જણાવી દઈએ કે માર્સુપિયલ એક માર્શલ આર્ટ ફોર્મ છે, જેમાં 2 લડવૈયા હાથનો ઉપયોગ કરીને લડે છે. 31 સેકન્ડના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે કાંગારુઓ એકબીજા સાથે હાથ વડે લડતા જોવા મળે છે અને ત્યાં હાજર અન્ય લોકો તેમને જોઈને આનંદ માણી રહ્યા છે. વીડિયોના અંતમાં એક કાંગારૂ દોડતો જોવા મળે છે જ્યારે બીજો તેની પાછળ આવે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ટ્રેન્ડ કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં 2400થી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. આ વીડિયો પોસ્ટ થયા બાદ ઘણા લોકોએ પ્રાણીઓની ઘણી લડાઈનો વીડિયો પોસ્ટ કર્યો હતો. તમને જણાવી દઈએ કે કાંગારૂની પૂંછડી ખૂબ જ મજબૂત હોય છે અને તેઓ પોતાનું સમગ્ર વજન પોતાની પૂંછડી પર વહન કરી શકે છે. આ વીડિયોમાં તમે એ પણ જોઈ શકો છો કે આ કાંગારૂઓ તેમની પૂંછડી વડે આખા શરીરને સંતુલિત કરી રહ્યાં છે.

Niraj Patel