રશ્મિકા બાદ હવે કાજોલનો ડીપફેક વીડિયો વાયરલ : ફેસ મોર્ફ્ડ કરી અપલોડ કર્યો વીડિયો, કપડા બદલતા એક્ટ્રેસની અશ્લીલ તસવીરો વાયરલ
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનો હાલમાં એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. જે બાદ હવે આ લિસ્ટમાં બોલિવૂડ એક્ટ્રેસ કાજોલનું નામ પણ જોડાઈ ગયું છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયોમાં કાજોલ પોતાનો આઉટફિટ બદલતી જોવા મળી રહી છે.
કાજોલનો ડીપફેક વીડિયો વાયરલ
ફેક્ટ ચેકિંગ પ્લેટફોર્મ BOOM અનુસાર, આ વીડિયો કાજોલનો નથી પરંતુ કોઇ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો છે. તે ‘ગેટ રેડી વિથ મી’ (GRWM) ટ્રેન્ડ હેઠળ જૂન 2023 માં સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યારે કાજોલનો વીડિયો વાયરલ થયા બાદ ચાહકોએ આ ડીપફેક વિડીયો પર નારાજગી વ્યક્ત કરી છે.
કાજોલ પહેલા રશ્મિકા મંદાના પણ થઇ ચૂકી છે ડીપફેકનો શિકાર
આ પહેલા રશ્મિકા મંદાનાનો પણ એક ડીપફેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં રશ્મિકાના ચહેરાને AI ટેક્નોલોજીથી ઇન્ફ્લુએન્સરના ચહેરા પર મોર્ફ કરવામાં આવ્યો હતો. વિડીયો વાયરલ થયા બાદ રશ્મિકાએ તેની સામે અવાજ પણ ઉઠાવ્યો હતો, જેમાં અમિતાભ બચ્ચન અને મૃણાલ ઠાકુર સહિત ઘણા સેલેબ્સે તેનું સમર્થન કર્યું હતું.
કાજોલનું વર્કફ્રન્ટ
ત્યારે હવે કાજોલના વર્કફ્રન્ટની વાત કરીએ તો, આ વર્ષે કાજોલ વેબ સિરીઝ ‘લસ્ટ સ્ટોરીઝ 2’ અને ‘ધ ટ્રાયલ’માં જોવા મળી હતી. આ દિવસોમાં તે ‘સરઝમીન’ અને ‘દો પત્તી’નું શૂટિંગ કરી રહી છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં