આખરે મળી જ ગયા “તારક મહેતા…”ને નવા દયાભાભી ! આ અભિનેત્રીને કરવામાં આવી ફાઇનલ? જુઓ રિયલ લાઇફમાં કેવી સુંદર છે

ટીવીનો લોકપ્રિય કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” લાંબા સમય સુધી ચાલનારો શો છે. આ શોએ થોડા સમય પહેલા જ 14 વર્ષ પૂર્ણ કરી 15માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ 14 વર્ષમાં શોની સ્ટારકાસ્ટમાં ઘણા બદલાવ આવ્યા છે. કેટલાક શો છોડી જતા રહ્યા છે, જેમની જગ્યા નવા કલાકારોએ લીધી છે.જો કે, એક પાત્ર એવું છે જે વર્ષ 2017થી આ શોમાં જોવા મળ્યુ નથી અને હજુ સુધી તેની જગ્યાએ કોઇ નવું આવ્યુ નથી. આ પાત્ર છે દયાબેનનું. શોમાં દયાબેનનું પાત્ર 2008થી 2017 સુધી દિશા વાકાણીએ નિભાવ્યુ હતુ.

જો કે, તે વર્ષ 2017માં મેટરનીટી લિવ પર ગઇ હતી અને હજી સુધી પરત ફરી નથી. ઘણી વખત એવા સમાચાર આવ્યા હતા કે દિશા વાકાણી શોમાં કમબેક કરી રહી છે, પરંતુ અત્યાર સુધી તે કોઈ નવા એપિસોડમાં જોવા મળી નથી. આ દરમિયાન, એવી ચર્ચા છે કે શોના નિર્માતા અસિત મોદીને નવી દયાબેન મળી ગઈ છે. હા, એવી ચર્ચા છે કે મેકર્સે દયાબેનના પાત્ર માટે નવી અભિનેત્રીને ફાઈનલ કરી છે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાએ દયાબેન માટે રાખી વિજનનું નામ સાઈન કર્યું છે.

પરંતુ, હવે નવી અભિનેત્રીનું નામ સામે આવી રહ્યું છે. બોમ્બે ટાઈમ્સના અહેવાલ મુજબ, મેકર્સ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનના પાત્ર માટે ‘કાજલ પિસાલ’ના નામ પર વિચાર કરી રહ્યા છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે જો મેકર્સ કાજલ પિસાલનું નામ ફાઇનલ કરે છે, તો આગામી મહિનાથી જ તારક મહેતામાં નવી દયાબેન જોવા મળી શકે છે. જો કે, આ બાબતે મેકર્સ કે કાજલ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી ન હતી.

ત્યારે હવે આજતક ડોટ ઇન સાથેની વાતચીત દરમિયાન શોના નિર્માતા અસિત મોદીએ આ કાજલની એન્ટ્રી પર સત્ય કહ્યું છે. આ વિશે વાત કરતા શોના નિર્માતા અસિત મોદીએ કહ્યું કે, આ સમાચારમાં કોઈ સત્ય નથી. મને ખબર નથી કે આ અફવા કોણ ફેલાવી રહ્યું છે. કાજલ પિસાલ કોણ છે મને ખબર નથી, મને મળી પણ નથી. ભૂતકાળમાં પણ ઘણી અભિનેત્રીઓના નામ લેવામાં આવ્યા છે, જેના વિશે હું જાણતો નથી. બીજી તરફ દયાબેનના પાત્રના ઓડિશન અંગે અસિત મોદી કહે છે કે, ઓડિશન ચાલી રહ્યા છે.

અમે હજુ સુધી કોઈને ફાઈનલ કરી નથી. જ્યારે દયાબેનનું કાસ્ટિંગ થશે, ત્યારે આ સમાચાર બધાની સામે આવી જશે. અમે તેની સત્તાવાર જાહેરાત કરીશું. કાજલની વાત કરીએ તો, તે એક જાણીતી ટેલિવિઝન અભિનેત્રી છે. કાજલ બડે અચ્છે લગતે હૈ, ઉડાન, એક મુઠ્ઠી આકાશ, નાગિન 5 અને સાથ નિભાના સાથિયા જેવા શોમાં જોવા મળી છે. કાજલ છેલ્લે સિર્ફ તુમ સિરિયલમાં જોવા મળી હતી. થોડા દિવસો પહેલા શોના નિર્માતા અસિત મોદીએ કહ્યું હતું કે તારક મહેતા શો ચાલુ રહેશે. નવા લોકો આવશે તો પણ ખુશ થઈશું અને જો જૂના લોકો આવશે તો આપણે પણ ખુશ છીએ.

Shah Jina