ઈન્દ્રભારતી બાપૂએ કહ્યું, આપણી સંસ્કૃતિ, ધર્મને, બાળકોને એનાથી નુકસાન પહોંચે, ભગવો રંગ આવા અશ્લીલ ચિત્રો માટે નથી

પઠાણમાં બીજા કોક બેન છે એનું નામ મને નથી આવડતું, એ ભગવા પહેરીને અશ્લીલ હરકતો કરે છે, હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને….જુઓ વીડિયો

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણ રીલિઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઇ ગઇ છે. આ ફિલ્મનું ગીત બેશરમ રંગ રીલિઝ થયુ ત્યારથી આ ફિલ્મને લઇને હોબાળો મચી ગયો છે. બેશરમ રંગ ગીતમાં દીપિકાએ ભગવા રંગની બિકી પહેરી છે, જેને લઇને મોટાભાગના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પઠાણને બોયકોટ કરવામાં આવી રહી છે અને તેને બેન કરવાની માગ પણ ઉઠી છે.

શાહરૂખ, દીપિકા અને જોન અબ્રાહમ સ્ટારર પઠાણ હિંદી સિવાય તેલુગુ, તમિલ ભાષામાં પણ રીલિઝ થવાની છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ થિયેટરોમાં રીલિઝ થશે. ત્યારે દીપિકાના બેશરમ રંગ ગીતમાં અશ્લીલ ડાન્સને લઈને સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે. ફિલ્મના વધતા જતા વિરોધ વચ્ચે સાધુ સમાજ પણ મેદાનમાં આવ્યો છે. જૂનાગઢના ઈન્દ્રભારતી બાપૂએ કહ્યું કે, અભિનેત્રી ભગવા રંગના કપડાં પહેરીને અશ્લીલ હરકતો કરે છે.

જે હિન્દુ ધર્મને ઠેસ પહોંચાડી છે. તેમણે ગુજરાત સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને દિલ્હી સરાકરને સાધુ સમાજ વતી પ્રણામ કરી અપીલ કરી કે આવી ફિલ્મો રિલીઝ ન થાય કે જે આપણી સંસ્કૃતિ, આપણા ધર્મને, આપણા બાળકોને એનાથી નુકસાન પહોંચાડે. ભગવો રંગ આવા અશ્લીલ ચિત્રો માટે નથી. તેમણે મરાઠીમાં પઠાણનો વિરોધ કર્યો અને ફિલ્મમાંથી આવા દ્રશ્યો હટાવવાની માગ કરી.

તેમણે મહારાષ્ટ્ર સરકારને અપીલ કરતા કહ્યું કે, આ ફિલ્મ રિલિઝ થવી ન જોઈએ અને જો ફિલ્મ નહી તો આવા દ્રશ્યો ફિલ્મમાંથી દૂર કરવા જોઈએ. ઈન્દ્રભારતી બાપૂનો વીડિયો પણ સામે આવ્યો છે. જે વાયરલ થઇ રહ્યો છે. ઇન્દ્રભારતી બાપુ પહેલા કચ્છના ગોપી દેવનાથ બાપૂએ પણ વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત રાજભા ગઢવીએ કહ્યું હતું કે, ગીતમાં ભગવા રંગના કપડાં પહેરીને અશ્લીલ ડાન્સ કરવામાં આવ્યો છે

અને આ ફિલ્મ પર સેન્સર બોર્ડે પગલાં લેવા જોઈએ. ફિલ્મ પઠાણ રિલીઝ ન થવી જોઈએ. હિંદુ સંગઠન સિવાય મુસ્લિમ સંગઠને પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. ઓલ ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટીના ચેરમેને પઠાણ ફિલ્મને ઈસ્લામનું અપમાન ગણાવીને પ્રતિબંધની વાત કરી હતી.

Shah Jina