ઓ બાપ રે ! જૂનાગઢમાં રમતા રમતા 2 વર્ષનું બાળક પહેલા માળની ગેલેરીમાંથી નીચે પટકાયુ

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, જેમાંના કેટલાક ચોંકાવનારા પણ હોય છે. ત્યારે હાલમાં જ જૂનાગઢમાં એક ચોંકાવનારી અને હ્રદયદ્રાવક ઘટના બની, જેમાં બે વર્ષનું બાળક પહેલા માળેથી રમતા રમતા નીચે પટકાયુ. જૂનાગઢની ગોકુલ નગર સોસાયટીમાં બે વર્ષનું બાળક ઘરના પહેલા માળે ગેલેરીમાં રમતું હતુ અને આ દરમિયાન નીચે શેરીમાં પટકાયું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

ઘટનાની જાણ થતા જ પરિવાર પહેલાં જૂનાગઢની હોસ્પિટલ લઇ ગયો જો કે બાદમાં વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પ્રાપ્ત જાણકારી અનુસાર, જૂનાગઢમાં આવેલ ગોકુલ નગર સોસાયટીમાં સાંઈકૃપા નામના મકાનના પહેલા માળે બે વર્ષનું બાળક ગેલેરીમાં રમતું હતુ અને આ દરમિયાન અચાનક નીચે પટકાયું. ઘટના બની તે સમયે પરિવારના સભ્યો ઘરની અંદર હતા પણ આંખના પલકારામાં જ બાળક નીચે પટકાયુ.

બાળકના નીચે પડવાનો અવાજ આવતા તાત્કાલિક પરિવારજનો દોડી આવ્યા અને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો. જો કે, આ પછી ડોક્ટરે વધુ સારવાર માટે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ તો બાળકની સારવાર ચાલી રહી છે, અને બાળકની સ્થિતિ સુધારા પર હોવાનું કહેવાઇ રહ્યુ છે.

Shah Jina