પપ્પાએ પોતાના દીકરાની ઈચ્છા પૂર્ણ કરવા માટે પોતાના જ ઘરમાં બનાવી એવી શાનદાર રોલ્સ રોયસ કાર, કે વીડિયો જોઈને તમે પણ રહી જશો હેરાન

વાહ પપ્પા હોય તો આવા, જેમને દીકરાને ખુશ કરવા માટે લાકડામાંથી બનાવી રોલ્સ રોયસ કાર, રસ્તા ઉપર ચાલતા લોકો પણ જોતા જ રહી ગયા, જુઓ વીડિયો

દરેક મા-બાપ પોતાના સંતાનો માટે જ જીવતા હોય છે, પિતા પોતાના સંતોનોની ખુશી માટે કંઈપણ કરવા માટે તૈયાર થતા હોય છે. તે પોતાનું જીવન પણ પોતાના સંતાનોના સપના પૂર્ણ કરવા કુરબાન કરી દેતા હોય છે. હાલ એવા જ એક પિતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જે પોતાના દીકરા માટે ઘરમાં જ રોલ્સ રોયસ જેવી લક્ઝુરિયસ કાર બનાવી દે છે.

વાયરલ થઈ રહેલો વીડિયો એવો છે જે તમારા દિલને સ્પર્શી જશે. વીડિયો જોયા પછી તમારી આંખોમાં આંસુ આવી જશે. હકીકતમાં એક પિતા તેમના નાના પુત્ર માટે લાકડાની એક ખૂબ જ ખાસ કાર બનાવતા જોવા મળે છે અને પછી તે બનાવ્યા પછી પિતા આ કાર તેના પુત્રને ભેટ આપે છે. આ વીડિયો ખરેખર ઈમોશનલ છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે પિતા પોતાની અજોડ આવડતના જોરે એક અદભૂત કાર બનાવે છે. તમે વિચારી રહ્યા હશો કે આ લાકડાની કાર માત્ર જોવા માટે હશે! પરંતુ ના, આ કાર પણ રસ્તા પર બરાબર ચાલે છે. તમે વીડિયોમાં પણ આવું થતું જોઈ શકો છો. કાર બનાવ્યા પછી કેવી દેખાય છે તે જોઈને કોઈ પણ અનુમાન લગાવી શકશે નહીં કે તે લાકડામાંથી બનેલી છે.

વીડિયો જોઈને તમને લાગશે કે આ કાર એકદમ રિયલ છે. તમને જણાવી દઈએ કે આ કારની તમામ વસ્તુઓ ઓટોમેટિક બનાવવામાં આવી છે, જે આશ્ચર્યજનક છે. આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું, ‘પિતાના પ્રેમ અને અજોડ કૌશલ્યના સંયોજનથી માત્ર 68 દિવસમાં બનેલી લાકડાની કાર. પુત્ર માટે ખાસ ભેટ”

Niraj Patel