જીજાજીની મોજડી લેવા માટે લગ્ન મંડપમાં જ બે પક્ષ આવી ગયા બાથમબાથી, વીડિયો જોઈને તમે પણ કહેશો કે, “આવું તો કઈ હોતું હોય ?”

આપણા દેશની અંદર લગ્નની અંદર ઘણા બધા રિવાજો જોવા મળે છે, દરેક રિવાજનું એક આગવું મહત્વ પણ છે, તો ઘણા રિવાજો મનોરંજન કરતા પણ જોવા મળે છે, જેમાંથી એક છે જીજાજીની મોજડી ચોરવા માટેનો. સાળીઓ જીજાજીની મોજડી ચોરવા માટે અવનવી તરકીબો અપનાવે છે અને વરપક્ષના લોકો મોજડી સાચવવા માટેના તમામ પ્રયાસો કરતા જોવા મળે છે.

સોશિયલ મીડિયામાં મોજડી ચોરીના આવા ઘણા વીડિયો વાયરલ થઇ જતા હોય છે. જે ઈન્ટનેટ ઉપર પણ લોકોને ભરપૂર મનોરંજન કરાવે છે. ત્યારે હાલ એવા જ એક લગ્નમાં મોજડી ચોરીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને પણ પેટ પકડી હસવા લાગી જશો.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જીજાજીની મોજડી ચોરવા માટે સાળીઓ સાથે તેના પરિવારના ઘણા લોકો વરરાજાના પરિવાર સાથે ભીડાઈ જાય છે. વરરાજા પક્ષના લોકો મોજડી બચાવવા માટે દોડવા લાગે છે. આ દરમિયાન મોજડીને હવામાં ઉછાળીને ફેંકવાનું પણ શરૂ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by WeddingFables (@weddingfables)


હવામાં મોજડી ફેંકતા દરમિયાન કેટલાક લોકો તેને કેચ કરવા માટે પણ દોડી જાય છે. એક વ્યક્તિ તો ઊંધા મોઢે પડતો પણ જોવા મળી રહ્યો છે. જો કે તેને બહુ વાગતું નથી અને મોજડીની ખેંચતાણ ચાલુ જ રહે છે. જીજાજીની આ મોજડી ચોરીની રમત જાણે કોઈ મેદાનમાં ચાલતી રમત જેવી લાગે છે. ઘણા લોકો આ વાયરલ વીડિયોને જોઈને મજાકિયા કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel