BIG NEWS : શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત, આવતીકાલથી આ ધોરણની સ્કૂલો ઓફલાઈન શરૂ થશે

વાલીઓ માટે મોટા સંચાર : ગુજરાત સરકારે હમણાં જ વાલીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. હવે કાલથી ગુજરાતમાં ધોરણ 1થી 5ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ બાબતે આજે આપણા શિક્ષણમંત્રી વાઘાણીએ સુરતમાં જાહેરાત કરી હતી. જો કે હાજરી મરજીયાત રાખવામાં આવી છે.

તમને જણાવી દઈએ કોરોના આવ્યો પછી છેલ્લા બે વર્ષથી બંધ રહેલી પ્રાઈમરી શાળાના 1થી 5 ધોરણના ઓફલાઈન વર્ગો આવતીકાલથી ખુલશે તેવી જાહેરાત ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરતાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી શાળાના વર્ગો બંધ છે. ત્યારે કોરોના હવે હળવો પડતા આવતીકાલથી ખુલતા દિવાળી બાદના સત્રોમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં તમામ શાળાઓએ એસઓપીનું પાલન કરવાનું રહેશે. બાળકોની ઉંમર નાની હોવાથી વધારે તકેદારી રાખવાની રહેશે.

YC