“ચાંદ જેસા મુખડા” ગીત ગાઈને રાતો રાત સ્ટાર બની ગયેલા આ સૌથી નાના ગુજરાતી ગાયક કલાકારે ખરીદી લાખો રૂપિયાની શાનદાર કાર, જુઓ તસવીરો

ગુજરાતના આ ખ્યાતનામ ગાયક કલાકારનું હજુ ડ્રાઈવિંગ લાયસન્સ પણ નથી આવ્યું, એ પહેલા જ પોતાના પૈસે ખરીદી લાખો રૂપિયાની આ લક્ઝુરિયસ કાર, જુઓ તસવીરો

ગુજરાતની અંદર ઘણા બધા ગાયકો છેલ્લા ઘણા સમયથી પોતાના સપનાની કાર ખરીદી રહ્યા છે. કિંજલ દવે, જીગ્નેશ કવિરાજ અને કિર્તીદાન ઘડવી ઉપરાંત બીજા પણ ઘણા ગાયક કલાકારોએ પોતાની મનગમતી અને લક્ઝુરિયસ કાર ખરીદી છે, જેની તસવીરો પણ તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.

ગુજરાતના આ બધા ખ્યાતનામ ગાયકોએ નામ બનાવવામાં ખુબ જ મહેનત કરી છે અને વર્ષોના વર્ષો સુધી સંગીતની સાધના કરી છે, ત્યારે કહેવાય છે કે ટેલેન્ટ જન્મ જાત આવે છે, અને એવા જ એક ટેલેન્ટેડ અને જન્મ જાત પ્રતિભા ધરાવતા ગાયક જીગર ઠાકોર છે. જેમને ખુબ જ નાની ઉંમરમાં ખુબ જ મોટું નામ બનાવી લીધું છે.

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં યુનિક વસ્તુને વાયરલ થતા  વાર નથી લાગતી, એ પછી કોઈ ઘટના હોય કે કોઈ ગીત.. થોડા સમય પહેલા જ એવું એક ગીત વાયરલ  થયું હતું જેને ના માત્ર ગુજરાતમાં પરંતુ આખું દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો હતો, આ ગીત ઉપર લાખોની સંખ્યામાં લોકોએ વીડિયો પણ  બનાવ્યા હતા.

એ ગીત હતું “ચાંદ વાલા મુખડા લે કે ચાલો ના બજાર મેં” આ ગીતમાં જીગર ઠાકોરે પોતાનો આવાજ આપ્યો હતો અને આ ગીત દ્વારા તેને લાખો કરોડો હૈયાઓ ઉપર રાજ કરી લીધું હતું. આ ઉપરાંત તેનું “માટલા ઉપર માટલું” ગીત પણ ખુબ જ પ્રખ્યાત બન્યું હતું અને તે પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયું હતું.

ત્યારે હાલ જીગર ઠાકોરે પોતાના માટે એક શાનદાર કાર ખરીદી છે, ખુબ જ નાની ઉંમરમાં આ સફળતા મેળવનારા જીગર ઠાકોરે પોતાના પૈસે મારુતિ સુઝીકીની શાનદાર બ્રેઝા કાર ખરીદી છે, હજુ તો જીગરની ઉંમર ડ્રાઈવિંગ લાઇસન્સ માટેની પણ નથી થઇ, તે છતાં પણ તેને આ શાનદાર કાર પોતાના નામે કરી લીધી છે.

જીગર ઠાકોરને નવી કાર માટે તેમના ચાહકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ચાંદ વાલા મુખડા ગીતે ખુબ જ ધૂમ મચાવી હતી, તેના પર 47 લાખ કરતા પણ વધારે રીલ બની હતી, આ ગીતમાં જીગર ઉપરાંત ગુજરાતી રોકસ્ટાર દેવ પગલી પણ હતા. આ ગીતે રીલ બનાવવામાં બાદશાહ અને અક્ષય કુમારનો પણ રેકોર્ડ તોડી નાખ્યો હતો.

જીગર ઠાકોરે તેના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરી અને આ નવી કાર ખરીદવા વિશેની માહિતી પણ આપી હતી, આ ઉપરાંત જીગર ઠાકોરે તેમના ચાહકોનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આપ સૌના પ્રેમ અને આશીર્વાદથી મેં બ્રેઝા કંપનીનું નવું મોડલ ખરીદી લીધું છે. આવો જ પ્રેમ અમને આપતા રહેજો.

Niraj Patel