હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે અનેક ફિલ્મી સિતારો લગ્નના બંધનમાં બંધાયા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ઝિલ મહેતાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. બ્રાઇડલ આઉટફિટમાં ઝિલ ખૂબ જ સુંદર લાગી રહી છે.
ઝિલ મહેતાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વેડિંગ ડ્રેસમાં ઝિલ ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ઝીલે લાલ રંગનો લહેંગો પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઝીલ એટલી સુંદર દેખાતી હતી કે કોઈ તેમના પરથી નજર હટાવી શકતુ ન હતું.
ઝીલે ખૂબ જ શાનદાર એન્ટ્રી કરી હતી. ઘૂંઘટ સાથે આવેલી ઝીલ ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ઝિલને દુલ્હનના પોશાકમાં જોઈને આદિત્ય ભાવુક થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. લોકો તેના વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
28 ડિસેમ્બરે ઝિલ અને આદિત્યના લગ્ન થયા હતા. તેણે પોતાના લગ્નના તમામ ફંક્શનના વીડિયો શેર કર્યા છે. જેમાં બંને પોતાના લગ્નને ખૂબ એન્જોય કરતા જોવા મળે છે.
ઝિલ અને આદિત્ય 14 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ આ કપલે હવે લગ્ન કરી લીધા છે.
તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાદ ઝિલ મહેતાએ એક્ટિંગની દુનિયાથી અંતર બનાવી લીધું છે. તે હવે બિઝનેસ વુમન બની ગઈ છે અને સોશિયલ મીડિયા પર પણ આ વિશે માહિતી આપે છે.
View this post on Instagram