ખુશખબરી: ‘તારક મહેતા’ની જૂની સોનુ ઉર્ફે ઝીલની પ્રી વેડિંગ ફેસ્ટીવની તસવીરો, મંગેતર સાથે કેવું મસ્ત બોન્ડિંગ છે- જુઓ Photos
લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનું પાત્ર ભજવીને ઘરે-ઘરે ફેમસ થયેલી અભિનેત્રી ઝિલ મહેતાએ એક અલગ જ ઓળખ મેળવી છે. ઝિલ તારક મહેતામાં સોનુના રોલમાં જોવા મળી હતી. જો કે, ઝિલ હવે અભિનયમાં સક્રિય નથી પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
થોડા સમય પહેલા જ તેણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેનો બોયફ્રેન્ડ તેને લગ્ન માટે પ્રપોઝ કરતો જોવા મળે છે અને ઝિલ આ ડ્રીમી પ્રપોઝલ પર હામી પણ ભરે છે. આ વીડિયો શેર કરતા એક્ટ્રેસે લખ્યું- કોઈ મિલ ગયા, મેરા દિલ ગયા. ત્યારે જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહેલી ઝિલ મહેતાએ કેટલીક તસવીરો શેર કરી છે જે તેના લગ્ન પહેલાના ફંક્શનની છે.
આ તસવીરોમાં ઝીલ લહેંગા ચોલીમાં જોવા મળી રહી છે અને તેણે તેના બોયફ્રેન્ડ-મંગેતર સાથે ટ્વિનિંગ કર્યુ છે. આ તસવીરોમાંની એક તસવીરમાં તે ફેમીલી સાથે પણ જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, ઝિલના બોયફ્રેન્ડ ઉર્ફ મંગેતરનું નામ આદિત્ય છે. આદિત્ય એક 3ડી આર્ટિસ્ટ છે અને ઝિલ મહેતાને લગ્ન માટે પ્રપોઝ કર્યા બાદ તે ચર્ચામાં આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, ઝિલ મહેતા લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતી બની હતી. શોમાં ઝિલની એક્ટિંગને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. જો કે તેણે અધવચ્ચે જ શો છોડી દીધો હતો અને શો છોડવાનું કારણ તેનો અભ્યાસ હતો. તારક મહેતા છોડ્યા બાદ તે કોઈ શોમાં જોવા મળી નથી.
View this post on Instagram