જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવવાની છે તારક મહેતાની “સોનુ”, ફિલ્મી સ્ટાઈલમાં બોયફ્રેન્ડે કર્યું પ્રપોઝ, જુઓ વીડિયો

લગ્નના બંધનમાં બંધાવવાની છે તારક મહેતાની નાની સોનુ, ફિલ્મી અંદાજમાં બોયફ્રેન્ડે કર્યું પ્રપોઝ, ટપુએ આપ્યું આવું રિએક્શન

Jheel Mehta Is Going To Marry  : દર્શકોનો લોક પ્રિય શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દરેક ઘરની પહેલી પસંદ બની ગયો છે. આ શો છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે અને શો સાથે જોડાયેલા પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવતા હોય છે

અને સોશિયલ મીડિયામાં પણ તે છવાયેલા રહેતા હોય છે. શોને લઈને દરરોજ કોઈને કોઈ નવી માહિતી પ્રકાશમાં આવે છે. હવે શોના દર્શકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. શોમાં છોટી સોનુનું પાત્ર ભજવનાર અભિનેત્રી ઝિલ મહેતા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે.

ઝીલ બંધાશે લગ્નના બંધનમાં :

શોમાં છોટી સોનુનું પાત્ર ભજવનાર અભિનેત્રી ઝિલ લાંબા સમયથી તેના બોયફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં હતી. ઝિલ અવારનવાર તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તેના બોયફ્રેન્ડ સાથેના વીડિયો અને તસવીરો શેર કરે છે. હવે તાજેતરમાં જ ઝિલના બોયફ્રેન્ડે તેને ફિલ્મી સ્ટાઈલમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું છે. ઝિલ આ પ્રસ્તાવ માટે સંમત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે.

બોયફ્રેન્ડે ફિલ્મી સ્ટાઈલમાં કર્યું પ્રપોઝ :

ઝીલે તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના મિત્રો અને બોયફ્રેન્ડ માટે સરપ્રાઈઝની યોજનાનો વીડિયો શેર કર્યો છે. ઝિલ તેના મિત્રો સાથે આંખે પાટા બાંધીને પ્રવેશે છે અને તેના બોયફ્રેન્ડે તેને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઝિલ હામાં જવાબ આપે છે અને તેના બોયફ્રેન્ડને ગળે લગાવે છે. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ભવ્ય ગાંધીનું રિએક્શન આવ્યું સામે :

અભિનેતા ભવ્ય ગાંધીએ પણ ઝીલની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને પ્રેમ વરસાવ્યો છે. તેણે રેડ હાર્ટ ઈમોજી બનાવ્યું છે. ભવ્યએ તારક મહેતાના શોમાં નાના ટપુની ભૂમિકા ભજવી હતી. ભવ્ય અને ઝિલની મિત્રતાને શોમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી.

ઝિલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને હંમેશા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. અભિનેત્રીના લગભગ ત્રણ લાખ ફોલોઅર્સ છે. ઝિલ પણ તેના ફેશન સ્ટેટમેન્ટ્સથી હેડલાઇન્સમાં રહે છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતી અભિનેત્રી ઝીલ મહેતાએ નવ વર્ષની ઉંમરે ‘તારક મહેતા..’માં કામ કરવાની શરૂઆત કરી હતી. ઝીલે લગભગ ચાર વર્ષ સુધી આ શોમાં કામ કર્યું હતું. પછી સ્ટડીને લીધે તેણે આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. ઝીલે વર્ષ 2012માં શો છોડી દીધો હતો.

ઝિલ પછી, દિશા વાકાણી, ભવ્ય ગાંધી, શૈલેષ લોઢા, નેહા મહેતા અને જેનિફર મિસ્ત્રી સહિત અન્ય ઘણા પાત્રોએ પણ શો છોડી દીધો. તમને જણાવી દઈએ કે, ઝીલે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડ્યા પછી નિધિ ભાનુશાળી તેના સ્થાને સોનુ આત્મારામ ભીડેના રોલમાં જોવા મળી હતી.

જોકે, 2019 સુધી નિધિએ આ સીરિયલમાં કામ કર્યું અને પછી હાયર સ્ટડીને કારણે ફેમસ શો છોડી દીધો. ઝીલ અને નિધિએ આ સીરિયલ છોડ્યા બાદ હાલ પલક સિદ્ધવાની સોનુનું પાત્ર ભજવી રહી છે.

મુંબઈમાં ગુજરાતી પરિવારમાં જન્મેલી આ ક્યૂટ અભિનેત્રી હાલ તો તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. સોનુ ભીડે તરીકે તેણે ખાસ્સા વર્ષો સુધી દર્શકોનું મનોરંજન કર્યું હતું અને એક્ટિંગથી સૌના દિલ જીત્યા હતા. પ્રોફેશનલ કેરિયરની વાત કરીએ તો મેકઅપ આર્ટિસ્ટ બની ગઈ છે. જીલ પોતાના મમ્મી લતા મહેતા સાથે મળીને બ્યૂટી પાર્લર ચલાવે છે. પોતાના ક્લાયન્ટને કરેલા મેકઅપ અને હેરસ્ટાઈલની વિવિધ તસવીરો તે સોશિયલ મીડિયા પર શેર પણ કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Jheel Mehta (@jheelmehta_)

Niraj Patel