જીમમાં વર્કઆઉટ કરતા સમયે અચાનક પડી ગયો યુવક, થોડી જ સેકન્ડોમાં ઉડી ગયુ પ્રાણ પંખેરુ

જિમ કરવાના શોખીનો આ જરૂર જોજો ….જીમ કરવા દરમિયાન 37 વર્ષના યુવકની મોત : પલામૂના મેદિનીનગરમાં વર્કઆઉટ કરતા થયો કોમ્પયૂટર ઓપરેટર બેહોંશ, જાણો સમગ્ર મામલો

ઘણીવાર દેશમાંથી એવા એવા મોતના મામલા સામે આવે છે કે જાણી આપણે પણ હેરાન રહી જઇએ. હાલ મોતનો એક મામલો સામે આવ્યો, જેમાં જીમમાં વર્કઆઉટ કરતી વખતે એક યુવકનું મોત થયું હતુ. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ગુરુવારે સવારે જિમમાં વર્કઆઉટ કરવા ગયો હતો અને વર્કઆઉટ દરમિયાન જિમમાં અચાનક જ તેનું મોત થઈ ગયું. મળતી માહિતી મુજબ, વર્કઆઉટ દરમિયાન મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ 37 વર્ષિય પપલુ દીક્ષિત તરીકે થઈ છે.

ચૈનપુરમાં રહેતો પપલુ મેદિનીનગર સેન્ટ્રલ જેલમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. છેલ્લા ત્રણ મહિનાથી તે સતત જીમમાં આવતો હતો. ગુરુવારે સવારે પણ તે દરરોજની જેમ છ વાગ્યે જિમ પહોંચ્યો હતો. અડધો કલાકની મહેનત બાદ અચાનક તેનું મોત થયું હતુ. જીમ ઓપરેટરના જણાવ્યા અનુસાર, પપલુએ ગુરુવારે લગભગ અડધા કલાક સુધી વિવિધ પ્રકારના વર્કઆઉટ કર્યા હતા. આ દરમિયાન વજન ઉપાડતી વખતે પપલુ અચાનક બેહોશ થઈ ગયો.

જીમમાં હાજર લોકોએ તેના ચહેરા પર પાણી રેડ્યું. તેને ભાનમાં લાવવાની કોશિશ કરી, પણ પપલુ પર તેની કોઈ અસર થઈ નહીં. તેને તાત્કાલિક સારવાર માટે MMCHમાં લાવવામાં આવ્યો હતો. જે બાદ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. શુક્રવારે જિમ કરતી વખતે પપલુ દીક્ષિત અચાનક પડી જતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પપલુ સતત વર્કઆઉટ કરી રહ્યો છે અને વજન ઉપાડતી વખતે અચાનક તે થોડીવાર માટે અટકી જાય છે.

થોડીક સેકન્ડોમાં તે અચાનક વજન સાથે જ નીચે પડી જાય છે. મોતનું કારણ જાણવા માટે તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોલીસ અને પરિવારના સભ્યો રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. તબીબોએ જણાવ્યું હતું કે શક્ય છે કે યુવક હાર્ટ એટેકનો શિકાર બન્યો હોય. ઝારખંડના પલામુમાંથી આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

Shah Jina