અમદાવાદમાં સ્વરૂપવાન દેખાતી યુવતીએ કર્યો એવો કાંડ કે પછી લોકોએ થાંભલા સાથે બાંધીને માર માર્યો, વીડિયો થઇ ગયો વાયરલ

એક તરફ કોરોનાના કારણે સમગ્ર દેશની અંદર હાહાકાર મચી ગયો છે તો બીજી તરફ ઘણી એવી ઘટનાઓ સામે આવી રહી છે તેને જાણીને આપણે પણ ચોંકી ઉઠીએ. હાલ અમદાવાદમાંથી પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સુંદર દેખાતી યુવતીને લોકોએ થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નરોડામાં સોનું ખરીદવાના બહાને આવેલી એક યુવતીએ દુકાનમાલિક ઉપર સ્પ્રે છાંટીને વસ્તુ સેરવીને ત્યાંથી નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ યુવતીને આસપાસના લોકોએ પકડી પાડીને તેને થાંભલા સાથે બાંધી દીધી હતી અને તેને માર મારીને કાયદો હાથમાં લીધો હતો. જેનો વીડિયો વાયરલ થઇ જતા પોલીસ પણ દોડતી થઇ હતી.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ વીડિયો નરોડા વિસ્તારમાં આવેલા નવકાર જ્વેલર્સની બહારનો છે. જેમ યુવતીને થાંભલા સાથે બાંધી અને લોકો માર મારતા દેખાઈ રહ્યા છે. આ યુવતીએ દુકાનની અંદર લૂંટનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ લોકોએ તેને પકડીને દોરડા વડે જ્વેલર્સની બહાર થાંભલા સાથે બાંધી દીધી હતી.

સોશિયલ મીડિયામાં 0આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઇ છે. સમગ્ર મામલે તપાસ આદરી છે. બંન્ને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ અધિકારીના અનુસાર યુવતી સામે લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીજી તરફ યુવતીએ પણ માર મારવા અંગે પોલીસ ફરિયાદ કરી છે. બંન્ને કેસની તપાસ બાદ ધરપકડ કરવામાં આવશે. યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું

આ યુવતી દુકાનમાંથી ચોરીનો પ્રયાસ કરતી હોય અને તેના સીસીટીવી ફૂટેજ પણ છે. બીજી તરફ થાંભલા સાથે બાંધી તેને માર મારવાનો ધુ્રણાસ્પદ વીડિયો પણ વાયરલ થયો છે. ત્યારે ચર્ચાનો વિષય એ છે કે યુવતી ચોરી કરતા પકડાયા બાદ તેને પોલીસને સોંપી દેવી જોઈએ હતી. પરંતુ આ રીતે થાંભલા સાથે બાંધીને માર મારવો કેટલો યોગ્ય ?

Niraj Patel