આજે છે જયા એકાદશી, ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો આવશે ખરાબ પરિણામ

ભારતીય સંસ્કૃતિમાં વ્રત અને તહેવારોનું ઘણુ મહત્વ છે. તેની સાથે અનેક કહાનીઓ પણ જોડાયેલી છે. હિન્દૂ શાસ્ત્રોમાં જયા એકાદશીનું વિશેષ મહત્વ છે. જયા એકાદશીનું વ્રત મા મહિનાની શુક્લ એકાદશીએ રાખવામાં આવે છે. આ વર્ષે જયા એકાદશી 12 ફેબ્રુઆરીને શનિવાર એટલે કે આજે છે. આ દિવસે સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.

એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ પુરી શ્રદ્ધા સાથે જયા એકાદશીનું વ્રત રાખે છે તો તેને વ્રતના પુણ્યથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો કે આ વ્રત રાખતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તો જ આ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે. તો શું હોય છે આ વ્રત રાખવા માટેના નિયમો આવો જાણીએ.

  • જે લોકો આ વ્રત રાખે છે તેમણે અને તેમની સાથે સાથે તેમના પરિવારના સભ્યોએ આ દિવસે વાળ ન કપાવવા જોઈએ.
  • તમને જણાવી દઈએ કે જયા એકાદશીના દિવસે દાનમાં મળેલું અન્ન ક્યારેય ન ખાવું જોઈએ. સાથે આ દિવસે ચોખા,પાલક, જવ,ગાજર,પાન વગેરે વસ્તુ ખાવાથી પણ બચવું જોઈએ.
  • આ વ્રત કરનારે તામસી પ્રકૃતિનું ભોજન ન કરવું જોઈએ, આ ઉપરાંત જયા એકાદશીના વ્રતના દિવસે ગુસ્સો ન કરવો, આ ઉપરાંત કોઈના વિશે ખરાબ ન બોલવું જોઈએ.

  • જયા એકાદશી વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તુલસી અને પંચામૃતનો ઉપયોગ જરૂરથી કરો. આ ઉપરાંત આ દિવસે દાન કરવાથી વિશેષ લાભ થાય છે.
  • આ વ્રતના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો ખુબ પસંદ છે તેથી આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. આ ઉપરાંત પૂજાના સમયે જયા એકાદશી વ્રત કથા જરૂરથી સાંભળો.
YC