ભોપાલ પહોંચેલી જયા બચ્ચનનો ફૂટ્યો ચાહકો પર ગુસ્સો, જોરથી બોલી- તમને શરમ નથી આવતી ?

માતાજીના દરબારમાં જ્યા બચ્ચા થઇ ધુંવાપુવા, કહ્યું કે, તમને શરમ નથી આવતી…જુઓ વીડિયો

અભિનેત્રી જયા બચ્ચનનો કેમેરા સાથેનો સંબંધ ક્યારેય સારો રહ્યો નથી. સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો છે, જે આ વાતની સાક્ષી આપે છે. ઘણી વખત જયા બચ્ચન કેમેરાનો સામનો કરતી વખતે ગુસ્સે થઈ ચુકી છે. આવું જ કંઈક હાલમાં પણ બન્યું, જ્યારે અભિનેત્રી દીકરા અભિષેક બચ્ચન સાથે ભોપાલના કાલીબારી મંદિરમાં દર્શન કરવા પહોંચી. આ દરમિયાન લોકો સેલ્ફી લેવા માટે ઉમટી પડ્યા હતા. પછી શું હતું !

ગુસ્સામાં લાલ પીળી થયેલ જયા બચ્ચને હોબાળો મચાવ્યો હતો. આ જોઈને આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થવા લાગ્યો. કેમેરા સામે આવતા જ જયા બચ્ચન ઘણીવાર ચિડાઈ જાય છે. ક્યારેક તે પેપરાજી પર બૂમો પાડતી પણ જોવા મળે છે. આ વખતે પણ એવું જ થયું, જ્યારે અભિનેત્રીએ ફરી પેપરાજીનો સામનો કર્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે જયા બચ્ચન ખૂબ જ ગુસ્સામાં છે.

જયા બચ્ચન બુધવારે સવારે પુત્ર અભિષેક સાથે ભોપાલ ગઇ હતી. બંનેએ ન્યુ માર્કેટના કાલીબારીમાં પૂજા અર્ચના કરી હતી. જયા બચ્ચન અને અભિષેકને જોઈને ચાહકો ઉત્સાહિત થઈ ગયા હતા અને દરેક જયા બચ્ચન અને અભિષેકને મળવા અને તેમની સાથે ફોટો ક્લિક કરાવા માંગતા હતા. અભિષેક બચ્ચન ખુશીથી ચાહકોને મળ્યા, સેલ્ફી પણ ક્લિક કરાવી. પરંતુ જયા બચ્ચન તેમના આસપાસના ફેન્સ પર સેલ્ફી ક્લિક કરવાના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ત્યારપછી જયા બચ્ચને ચાહકો પર ગુસ્સે થવાનું શરૂ કર્યું.

જેનો એક વીડિયો સામે આવ્યો છે તેમાં તે ફેન્સને ઠપકો આપી રહી છે. વીડિયોમાં જયા ઠપકો આપતા કહે છે – આંખો પર લાઇટ લગાવી રહ્યા છો. તમે લોકો શું કરી રહ્યા છો ? તમને શરમ નથી આવતી ? જયા બચ્ચને ઠપકો આપ્યા બાદ ચાહકો પીછેહઠ કરતા જોવા મળ્યા હતા. જયા બચ્ચનના આ કડક વલણે તેને સોશિયલ મીડિયા પર ચર્ચામાં લાવી દીધી છે. જયા બચ્ચનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, ધર્મેન્દ્ર, શબાના આઝમી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

Shah Jina