ઉમેદ ભવન પેલેસમાં આજે યોજાશે રાજકોટના બિઝનેસમેન જય ઉકાણીના લગ્ન, ૧૮ હજારની થાળી છે જુઓ PHOTOS

રાજસ્થાનના જોધપુરના ઉમેદ ભવન પેલેસે આજે રવિવારથી લઈને મંગળવાર સુધી રાજકોટના ઉકાણી પરિવારના દીકરા જય ઉકાણીનો ત્રી દિવસીય લગ્ન ઉત્સવ યોજાશે. ગઈકાલે સેટરડે બંને સંબંધીઓના પરિવારજનો અને આમંત્રિત મહેમાનો ઉમેદ ભવન પેલેસ ખાતે પહોંચ્યા હતા. જ્યા તમામ આમંત્રિતો તેમજ મૌલેશ ભાઈ ઉકાણી પરિવાર અને અરવિંદભાઈ પટેલના પરિવારજનોનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

સ્વાગતમાં જોધપુરની ટચ આપવાનો પણ હોટલ સ્ટાફ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારે આજકાલ પાસે રાજસ્થાનના જોધપુર ખાતે યોજાઈ રહેલા ત્રી દિવસીય લગ્નોત્સવની પૂર્વ સંધ્યાના એક્ષકલુઝિવ ફોટો પ્રાપ્ત થયા છે. આજકાલને પ્રાપ્ત થયેલ ફોટોઝમાં જોઈ શકાય છે કે, કઈ રીતે બંને પરિવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ દિગ્ગજ બિઝનેસમેન મૌલેશ ઉકાણીના દીકરા જય ઉકાણીના દિકરાના લગ્ન પ્રસંગ 14,15 અને 16 નવેમ્બરના રોજ ઉમેદભવન પેલેસ ખાતે યોજાશે. લગ્ન પ્રસંગ અર્થે મહેંદી તેમજ સંગીતની રસમ 14 તારીખના રોજ યોજાશે.

જેમા ગુજરાતી ફેમસ ગાયિકા ઐશ્વર્યા મજમુદાર પોતાના સુર રેલાવશે. જાણવા મળતી માહિતી મુજબ મહેંદી અને સંગીત રસમની શરુઆત દ્વારકાધીશની આરાધના સાથે થશે. સૌ કોઈ જાણે છે કે ઉકાણી પરિવાર દ્વારાકાધીશ શ્રી કૃષ્ણમાં ખુબ જ આસ્થા ધરાવે છે. ત્યારે સ્વાભાવિક છે કે મહેંદી અને સંગીત રસમની શરુઆત દ્વારાકાધીશ શ્રી કૃષ્ણની આરાધના સાથે થાય.

આવતી કાલે એટલે કે 15મી નવેમ્બરના રોજ હલ્દી રસમ તેમજ બોલીવુડ નાઈટનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા ગુજરાતના સૌથી ફેમસ સિંગર સચિન અને જીગર પોતાના સુર રેલાવશે. ઉલ્લેખીય છે કે સચિન જીગરની જોડીએ અત્યાર સુધીમાં ઘણા હિન્દી અને ગુજરાતી હીટ ગીત કંપોઝ પણ કર્યા છે. તેમજ કેટલાકમાં પોતાનો અવાજ પણ આપ્યા છે.

YC