IAS પતિ લાંચ ખાતા ઝડપાઇ જતા બૈરીએ હોશિયારી કરી, ફ્લેટમાં 50 લાખની બેગ ઉપરથી ફેંકી, બંડલો ઉડ્યા, જુઓ CCTV

રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ-DGFTની ઓફિસના ક્લાસ-1 અધિકારી IAS જાવરીમલ બિશ્નોઈ આપઘાત કેસ હાલ ખુબ જ ચર્ચામાં છે. તેમના આપઘાતના 36 કલાક બાદ પરિવારે તેમનો મૃતદેહ સ્વીકાર્યો હતો. વકીલ દ્વારા એવી માંગણી કરવામાં આવી હતી કે આ કેસની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવે. જેના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હાલ આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

આ સાથે જ જાવરીમલનું પોસ્ટરમોર્ટમ પણ SDMની હાજરીમાં અને વીડિયોગ્રાફી સાથે કરવામાં આવ્યું હતું. જેના બાદ પરિવાર માન્યો અને મૃતદેહને સ્વીકારી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે એક પછી એક ચોંકાવનારી ખબરો પણ સામે આવી રહી છે. CBIની તપાસ દરમિયાન વિદેશી વ્યાપારના જોઈન્ટ ડાયરેકટર જાવરીમલ દ્વારા એકત્ર કરવામાં આવેલી કરોડો રૂપિયાની સંપત્તિ પણ જપ્પ્ત કરવામાં આવી છે.

CBI દ્વારા જાવરીમલ બિશ્નોઇના ઘરની તલાસી લેતા તેમના ઘરમાંથી 50 લાખ રૂપિયા રોકડા ઉપરાંત કરોડો રૂપિયાના સોના ચાંદીના દાગીનાના બિલ, ડોલર, પાઉન્ડ અને કોરિયન ચલણી નોટો પણ મળી આવી હતી, જેને પણ કબ્જે લેવામાં આવી હતી. આખી રાત તેમની પૂછપરછ કર્યા બાદ ગત શનિવારના રોજ સવારે 9.30 કલાકે જાવરીમલે જસાણી બિલ્ડીંગના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો.

તો આ મામલે વધુ એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં બિશ્નોઇના ઘરેથી એક બેગ નીચે ફેંકાતી જોવા મળી રહી છે અને તેમનો ભત્રીજો આ બેગ કેચ કરવા જતા નીચે પડી જાય છે અને બેગમાંથી પૈસાના બંડાલો પણ નીચે પડતા જોવા મળી રહ્યા છે. CBIને કુલ બે બેગ મળી હતી જેમાંથી એક બેગ તેમની પત્નીએ પાડોશીને ત્યાં ફેંકી દીધી હતી.

Niraj Patel