ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલા હાલમાં ખૂબ હેડલાઇન્સમાં છે, જેનું કારણ તેણે જીતેલો આઈફા એવોર્ડ છે. જાનકી બોડીવાલાને ફિલ્મ ‘શૈતાન’ માટે કિંગ શાહરૂખ ખાનના હસ્તે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. IIFAમાં ગુજ્જુ અભિનેતા અને જાનકી બોડીવાલાનો બેસ્ટફ્રેન્ડ યશ સોની પણ પહોંચ્યો હતો. જાનકીને એવોર્ડ મળ્યા બાદ યશ સોનીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો.
યશે લખ્યુ- જાનકી બોડીવાલાને IIFA એવોર્ડમાં જીત બદલ અભિનંદન અને એ પણ કિંગ ખાન દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો. તું તેને લાયક છે ગર્લ. ગો બિગ ! આ ખરેખર પ્રેરણાદાયક છે. જણાવી દઇએ કે, IIFA એવોર્ડ બાદ અમદાવાદ પરત ફરેલી જાનકી સાથે યશ સોનીને પણ ગુજ્જુરોક્સના પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવ્યો હતો.
ગુજરાતી સિનેમાના ફેવરેટ એક્ટર્સમાંના એક એવા યશ અને જાનકી એકસાથે સ્પોટ થયા હતા, બંનેને એકસાથે કારમાં પરત ફરતા પણ સ્પોટ કરવામાં આવ્યા હતા. પરિવાર અને ફેન્સ દ્વારા IIFA એવોર્ડ સાથે પરત ફરેલી એક્ટ્રેસ જાનકીનું ગુજરાતી ઢબે સ્વાગત કરવામાં આવ્યુ. જાનકી આવતાની સાથે તેના પર ફૂલોની વર્ષા કરવામાં આવી અને ઢોલ નગારા સાથે તેનું વેલકમ કરાયુ.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં જન્મેલી જાનકીને અજય દેવગન અને આર માધવન સ્ટારર ફિલ્મ ‘શૈતાન’ માટે પરફોર્મંસ ઈન લીડિંગ સપોર્ટિંગ રોલ (ફિમેલ) નો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિમેક છે, જેમાં હિતુ કનોડિયા, હિતેન કુમાર અને જાનકી બોડીવાલા મુખ્ય ભૂમિકામાં હતા. શૈતાન અને વશમાં જાનકીએ દમદાર અભિનય કર્યો હતો.
View this post on Instagram
બેચલર ઓફ ડેંટલમાં સર્જરીમાં ગ્રેજ્યુએટ થયેલી જાનકીએ કરિયરની શરૂઆત ગુજરાતી સુપરહિટ ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી કરી હતી.આ પછી જાનકીએ ‘ઓ તારી’ ‘તંબુરો’, ‘દોડ પકડ’, ‘છુટ્ટી જાયે છક્કા’, ‘તારી માટે વન્સ મોર’, ‘બાઉ ના વિચાર’, ‘નાડી દોષ’ અને ‘વશ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. જાનકીએ વર્ષ 2019માં મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો અને તે આ સ્પર્ધામાં ટોપ-3માં પહોંચી હતી.